સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સતત ત્રીજા દિવસે તાપમાન 38 ડિગ્રી નીચે રહેતા ગરમીમાં રાહત મળી છે ત્યારે આવતીકાલ તા.18થી 21 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.18 માર્ચથી તા.21 માર્ચ દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્રારકા, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનથ અને બોટાદ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા. એ.પી. એમ. સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયું છે.
