નાના દબાણકારો ઉપર તવાઈ, 3259 ધંધાર્થીઓ દંડાયા

મનપાએ 47 રેંકડી, 458 પરચુરણ માલસામાન અને 3406 બોર્ડ-બેનર સહિતનો માલ જપ્ત કર્યો મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં એક સાથે મુખ્ય માર્ગો પરથી…

મનપાએ 47 રેંકડી, 458 પરચુરણ માલસામાન અને 3406 બોર્ડ-બેનર સહિતનો માલ જપ્ત કર્યો

મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં એક સાથે મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવા ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત 47 રેંકડી, કેબીન, 458 પરચુકરણ માલસામાન, 3000 કિલો શાકભાજી, ફળ ફ્રુટ, 4306 બોર્ડ બેનર અને આડેધડ મંજુરી વગર નંખાયેલા મંડપોના આસામીઓ પાસેથી રૂા.895165નો દંડ વસૂલી નોટીસ ફટકારી હતી.

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/03/2026 થી 15/03/2026 દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

ધરાર માર્કેટ,સંતકબિર રોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,150 રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ,ઢેબર રોડ,પરા બજાર પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 47 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

ધરાર માર્કેટ,સંતકબિર રોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ,150 રિંગ રોડ, રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરા બજાર,ગુંદાવાડી,પરા બજાર,ગાયત્રીનગર મેઈન રોડ,યાજ્ઞિક રોડ,રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી જુદીજુદી અન્ય 458 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.

ધરાર માર્કેટ,પેડક રોડ,પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ,કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે,મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,150 રિંગ રોડ, રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરા બજાર,ગુંદાવાડી,પરા બજાર પાસેથી 3259 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરઠીયાવાડી પાસે થી રૂૂ.2,78,550/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

80ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.6,16,615/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેટેલાઈટ ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ,જામનગર રોડ,બંજરવાડી સર્કલ પાસે,મહીલા અંડરબ્રિજ,કાલાવડ રોડ,મવડી મેઈન રોડ,ગોંડલ ચોકડી,પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધીથી 3406 બોર્ડ-બેનર જપ્ત કરેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *