ગોંડલમાં વોટ્સએપ મારફતે વરલીના આંકડા લેતો શખ્સ ઝબ્બે

ગોંડલમાં એલસીબી પોલીસે સરકારી હોસ્પીટલ ચોકમાંથી મોબાઇલ ફોન ઉપર વર્લી ફીચરના આંક ફેરનો જુગાર રમી રમાડતા એક ઇસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ…

ગોંડલમાં એલસીબી પોલીસે સરકારી હોસ્પીટલ ચોકમાંથી મોબાઇલ ફોન ઉપર વર્લી ફીચરના આંક ફેરનો જુગાર રમી રમાડતા એક ઇસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ .ઇન્સ. કે.એમ.ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી.ભીમાણી, પી.એન ભરવાડ તથા એલ.સી.બી. શાખાના સ્ટાફના પ્રોહી જુગારની કામગીરીમાં હતા.

જે દરમ્યાન એલ.સી.બી. શાખાના સ્ટાફ ઇન્દ્રસિહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, બાલકૃષ્ણ ત્રિવેદી, ભગીરથસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઈ બોરડ સહિતને મળેલ હકિકત આધારે રેઇડ કરી મોબાઇલ ફોન ઉપર વોટસઅપ એપ્લીકેશન મારફતે વર્લીફીચર ના આંકડા લખતા ભગવતપરા માં રહેતા જાફર હનીફભાઇ કટારીયાને જડપી લઇ રોકડ રુ.29,000 તથા રુ.5000 ની કિંમત ના મોબાઇલ મળી કુલ કિ.રૂૂ.34,000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય શખ્સ રફીક ઉર્ફ જંગલી કરીમભાઇ કટારીયા નીશોધખોળ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *