ઈરાનના દિવંગત નેતા અલી ખામેનેઈના પત્ની જીવિત

ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની પત્ની મંસૂરેહ ખોજાસ્તેહના ઈઝરાયેલ-અમેરિકાના હુમલામાં ઘાયલ થયા બાદ મોતના સમાચાર સામે આવ્યા હતા. જો કે હવે આઈઆરજીસીના એક…

ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની પત્ની મંસૂરેહ ખોજાસ્તેહના ઈઝરાયેલ-અમેરિકાના હુમલામાં ઘાયલ થયા બાદ મોતના સમાચાર સામે આવ્યા હતા. જો કે હવે આઈઆરજીસીના એક મુખપત્રે આ સમાચારોનું ખંડન કરી સૌને ચોંકાવી દીધા છે. અલી ખામેનેઈની પત્ની મંસૂરેહ ખોજાસ્તેહ જીવિત છે અને તેમની હત્યાના સમાચારો ખોટા હતા. આ રિપોર્ટ ત્યારે આવ્યો, જ્યારે દિવસમાં પહેલાં નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પોતાના પહેલા નિવેદનમાં પોતાની માતાના મૃત્યુનો ઉલ્લેખ કર્યો નહીં, જેનાથી સવાલો ઉઠ્યા હતાં.

હકીકતમાં ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની પત્ની મંસૂરેહ ખોજાસ્તેહ જીવિત છે અને તેમના મોતના સમાચારો ખોટા છે. આ જાણકારી ઈરાનના આઈઆરજીસી સાથે સંબદ્ધ ફાર્સ ન્યૂઝે ગુરુવારે આપી હતી. આ નિવેદન ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ દ્વારા ગુરુવારે પોતાના પહેલા નિવેદનમાં પોતાની માતાના મૃત્યુનો ઉલ્લેખ ન કર્યા બાદ આવ્યું છે.

મંસૂરેહ ખોજાસ્તેહનો જન્મ ઈરાનના એક ખૂબ જ ધાર્મિક અને રૂૂઢિવાદી પરિવારમાં થયો હતો. તેમના પિતા ઈરાનના એક જાણીતા ઉદ્યોગપતિ હતા.વર્ષ 1964માં તેમના લગ્ન અલી ખામેનેઈ સાથે થયા હતા. ખામેનેઈ અને મંસૂરેહને કુલ છ સંતાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *