મોરબીમાં બે ગુનેગારોના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર પોલીસે બુલડોઝર ફેરવી ડીમોલીશન કર્યું હતું જે કામગીરી દરમિયાન પ્રાંત અધિકારીની ટીમ અને પોલીસની…

મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર પોલીસે બુલડોઝર ફેરવી ડીમોલીશન કર્યું હતું જે કામગીરી દરમિયાન પ્રાંત અધિકારીની ટીમ અને પોલીસની ટીમ હાજર રહી હતી.

મોરબીના બોરીચાવાસમાં બે ગુનેગારો બીકે બોરીચા અને જીગર નામના બે ગુનાહિત શખ્સો કે જેમની સામે પ્રોહિબિશન, મારામારી અને વ્યાજવટાવ સહિતના અનેક ગુનાઓ દાખલ થયેલા હોય તેના દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મકાનો બનાવવામાં આવ્યા હતા. બંને પ્રોહી. બુટલેગર અને અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોના બોરીચાવાસમાં આવેલા મકાનો પર કાર્યવાહી કરવામાં આવી હતી . બંને શખ્સો દ્વારા સરકારી જમીન પર આશરે 642 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું.

જે દબાણવાળી જગ્યાની અંદાજિત કિંમત 62 લાખ રૂૂપિયા જેટલી થતી હોવાની માહિતી ડીવાયએસપી જે એમ આલ દ્વારા આપવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી, મામલતદાર ટીમ, પીજીવીસીએલ, મહાનગરપાલિકા, અને સિટી સર્વેની ટીમ સાથે મળીને મોરબી એ ડિવિઝન પીઆઇ અને તેમની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *