20 લાખની લાંચ લેતા નાસિક GSTના બે અધિકારી સહિત ત્રણ ઝડપાયા

1.25 કરોડનો સોદો, પ્રથમ હપ્તો લેવા જતાં જ એસીબીની ઝપટે ચડી ગયા મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોના મુંબઈ યુનિટે નાસિકમાં એક અત્યંત હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડ્યું…

1.25 કરોડનો સોદો, પ્રથમ હપ્તો લેવા જતાં જ એસીબીની ઝપટે ચડી ગયા

મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોના મુંબઈ યુનિટે નાસિકમાં એક અત્યંત હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યના જીએસટી વિભાગમાં ફરજ બજાવતા બે વરિષ્ઠ અધિકારીઓ અને એક વચેટિયાની 20 લાખ રૂૂપિયાની લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીઓએ એક વેપારી પાસે તપાસની પતાવટ કરવા માટે અધધ 1.25 કરોડ રૂૂપિયાની માંગણી કરી હતી.

ACB એ આ મામલે જીએસટી વિભાગના બે દિગ્ગજ અધિકારીઓ સહિત ત્રણ લોકોની કુંડળી શોધી કાઢી છે જેમાં 1. સોમનાથ દત્તુ પાગે (47): ડેપ્યુટી કમિશનર, સ્ટેટ ટેક્સ, નાસિક ડિવિઝન. 2. મછીન્દ્ર વિઠ્ઠલ દોંડે (55): આસિસ્ટન્ટ કમિશનર, સ્ટેટ ટેક્સ, નાસિક ડિવિઝન. 3. અમિત હીરામણ જાદવ (36): ખાનગી વ્યક્તિ (એજન્ટ), જે અધિકારીઓ વતી પૈસા ઉઘરાવવાનું કામ કરતો હતો. આ આખી ઘટના કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછી નથી. એક વેપારીની પેઢી સામે ચાલી રહેલી GST તપાસનો ડર બતાવીને આ અધિકારીઓએ ખેલ શરૂૂ કર્યો હતો. અધિકારીઓએ શરૂૂઆતમાં કેસ રફેદફે કરવા 1.25 કરોડ માંગ્યા, જે વાટાઘાટોના અંતે 1 કરોડમાં નક્કી થયા. 1 કરોડમાંથી પ્રથમ હપ્તા તરીકે 20 લાખ રૂૂપિયા આપવાનું નક્કી થયું હતું. લાંચ આપવાને બદલે વેપારીએ મુંબઈ ACB નો સંપર્ક કર્યો. એજન્સીએ નાસિકના દામોદર ચોક પાસે છટકું ગોઠવ્યું અને જેવો વચેટિયો અમિત 20 લાખ લેવા પહોંચ્યો કે તરત જ તેને દબોચી લેવાયો.

વચેટિયાની ધરપકડ બાદ અઈઇની ટીમે ડેપ્યુટી કમિશનર પાગેના ઘરે દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન તેમના ઘરેથી 2 લાખ રૂૂપિયાની રોકડ મળી આવી છે. સાથે જ, આરોપીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં લાંચના સોદા અંગેના મહત્વના પુરાવા મળવાની શક્યતા છે. આટલી મોટી રકમની લાંચ અને તેમાં પણ ડેપ્યુટી કમિશનર સ્તરના અધિકારીઓની સંડોવણીથી આખા મહારાષ્ટ્રના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ACB હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ અધિકારીઓએ અગાઉ પણ અન્ય વેપારીઓ પાસેથી આ રીતે કરોડો રૂૂપિયા પડાવ્યા છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *