મોદી ભી ગાયબ… સિલિન્ડર ભી ગાયબ : વિપક્ષનું પ્રદર્શન

સંસદ શરૂ થતાં જ સુત્રોચ્ચારોથી ગૃહ ગાજ્યુ, ગેસની અછતના મુદ્દે રાહુલ ગાંધીનું આક્રમણ ગુરુવારે લોકસભામાં દેશમાં LPG સિલિન્ડરની અછત મામલે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો…

સંસદ શરૂ થતાં જ સુત્રોચ્ચારોથી ગૃહ ગાજ્યુ, ગેસની અછતના મુદ્દે રાહુલ ગાંધીનું આક્રમણ

ગુરુવારે લોકસભામાં દેશમાં LPG સિલિન્ડરની અછત મામલે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂૂ થતાં જ સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂૂ કરી દીધા હતા. સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને કાર્યવાહી ફરી શરૂૂ કરવા વિનંતી કરી હતી, પરંતુ જ્યારે વિપક્ષ માન્યો નહીં ત્યારે કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

દેશભરમાં LPG સિલિન્ડરની અછત મામલે આજે સંસદમાં વિપક્ષી દળો વિરોધ પ્રદર્શન કર્યુ. વિવિધ રાજ્યોમાં LPG સિલિન્ડરની અછત અને વધતા ભાવોની સમસ્યાને મુદ્દો બનાવતા, વિપક્ષે સરકાર પર લોકોના રસોડા પર સીધો હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

આ દરમિયાન, રાહુલ ગાંધી LPG સિલિન્ડરના ભાવમાં વધારા સામે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષ નેતાઓએ સંસદની બહાર “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ” ના નારા લગાવ્યા” રાહુલે કહ્યું કે પીએમ મોદી ગભરાઈ ગયા છે.

સત્ર શરૂૂ થાય તે પહેલાં વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં એકઠા થયા હતા, તેઓએ પોસ્ટરો અને સિલિન્ડરના પ્રતીકો હાથમાં રાખ્યા હતા. વિપક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે રાંધણ ગેસના પુરવઠામાં વિક્ષેપથી લાખો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પરિસ્થિતિને હળવાશથી લઈ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “વડાપ્રધાન કહે છે કે ગભરાવાની કોઈ જરૂૂર નથી. પરંતુ તેઓ પોતે ગભરાયેલા દેખાય છે, સંપૂર્ણપણે અલગ કારણોસર. તેઓ એપ્સ્ટેઈન-અદાણી કેસને કારણે ગભરાઈ રહ્યા છે. તમે ગઈકાલે જોયું કે ગૃહમાં વડાપ્રધાનની ખુરશી ખાલી હતી. તેઓ દેશને ગભરાવાની જરૂૂર નથી એમ કહી રહ્યા છે, જ્યારે તેઓ પોતે ચિંતિત દેખાય છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *