ભારત સેવક સમાજ દ્વારા “વિશ્વ મહિલા દિને” સંયુક્ત કુટુંબોમાં ચાર ચાર દાયકાઓથી રહેતી મહિલાઓને પ્રોત્સાહિત કરી અનોખી ઉજવણી કરાઇ
સંયુક્ત કુટુંબમાં રહેવા માટે સમજણ હોવી ખૂબ જરુરી સંયુક્ત કુટુંબના આનંદ વિશેના પ્રતિભાવો રજૂ કરાયા: મહિલા દિને સાસુઓને વહુઓએ વંદન કરી મેળવ્યા આશીર્વાદ
ભારત સેવક સમાજ દ્વારા 8 માર્ચે વિશ્વ મહિલા દિન નિમિત્તે ચાલીશ – ચાલીસ વર્ષ કરતાં વધુ સમયથી સાથે રહેતા સાસુ વહુના સન્માનનો કાર્યક્રમ સતત બીજા વર્ષે રેસકોર્સ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મહિલા અગ્રણીઓના હસ્તે 90 સાસુ વહુઓને સર્ટીફીકેટ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે ત્રણ- ત્રણ ,ચાર -ચાર પેઢીથી સાથે રહેતા સાસુ વહુએ સંયુક્ત કુટુંબના આનંદ અને મહિલાદિને સાસુ વહુના સન્માન વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મહિલા દિને ઉપસ્થિત સાસુઓને વહુઓએ વંદન કર્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલ માહિતી વિભાગ, મોરબી જિલ્લાના સહાયક માહિતી નિયામક પારૂૂલબેન આડેસરાએ ઉપસ્થિત સાસુ વહુઓને ભારતીય સંસ્કૃતિ પ્રણાલી સંયુક્ત કુટુંબ પ્રથાને મહત્વ આપવા બદલ અભિનંદન આપીને બહેનોમાં રહેલી શક્તિને સામાજિક રાષ્ટ્રહિતના કાર્યમાં વાપરવા અપીલ કરી હતી.
મહેમાન પદે ઉપસ્થિત કેન્સર સ્પેશિયલિસ્ટ ર્ડો. દિવ્યા કંનટેસરીયા, એડવોકેટ ઈલા કડિયા, પત્રકારશ્રી દર્શનાબેન વોરા અને એકતા ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. મધુરિકા જાડેજાએ કર્યું હતું.આ કાર્યક્રમની રૂૂપરેખા પ્રોજેક્ટ ઇન્ચાર્જ સોનલબેન વાછાણીએ આપી જણાવ્યું હતું કે આ કાર્યક્રમના માધ્યમથી ઘટતા જતા સંયુક્ત કુટુંબો અને વધતા જતા વૃદ્ધાશ્રમો , ત્રણ ત્રણ દાયકાથી અને ત્રણ ત્રણ પેઢીઓ સાથે રહેતા સાસુ વહુઓ અન્યોને પણ પ્રેરણા આપશે. હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત સેવક સમાજના પ્રમુખ વિનુભાઈ ગોસલીયા, જનાર્દનભાઈ પંડ્યા, રાજેશભાઈ જે ભાતેલિયા, એલ એસ સૈયદ, હંસાબેન સાપરિયા , પૂર્વેશભાઈ શિંગાળા, જીતેશભાઈ પંડિત, એડવોકેટ પરેશભાઈ પંડ્યા તેમજ રાજુભાઈ વ્યાસ, પૂર્વીબેન દોશી, એમ.કે.ઓઝા, અલકા વોરા, પ્રણવાનંદ સંસ્કૃત ભવનના કૌશિકકુમાર છાયા વગેરેએ જહેમંત ઉઠાવી હતી. તેમ ભારત સેવક સમાજની યાદીમાં જણાવ્યું છે
