જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાના ભાઈની હોટેલમાં તોડફોડ

જામનગર મહાનગરપાલિકાના બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચેનો ગજગ્રહ ફરીથી સામે આવ્યો છે. અગાઉ એક પૂર્વ વિપક્ષના નેતા વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર ઉપર હુમલો કરાયો…

જામનગર મહાનગરપાલિકાના બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચેનો ગજગ્રહ ફરીથી સામે આવ્યો છે. અગાઉ એક પૂર્વ વિપક્ષના નેતા વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર ઉપર હુમલો કરાયો હતો, જેનું મનદુ:ખ રાખીને તેનાજ મોટાભાઈની હોટલમાં તોડફોડ કરી હુમલો કરાયો હતો. જે મામલે પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી કોર્પોરેટર ના ત્રણ પિતરાઈ ભાઈઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટણીવાડ ટીટોડીફળી માં રહેતા પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીના મોટાભાઈ રફિકભાઈ કરીમભાઈ ખિલજી (57), કે જેઓએ પોતાની હોટલમાં તોડફોડ કરી નુકશાની પહોંચાડવા અંગે તેમજ પોતાને તેમજ પોતાની હોટલમાં કામ કરતા કારીગર ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પૂર્વ વીપક્ષી નેતા અને કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફીના પિતરાઈ ભાઈઓ તબરેજ ખફી, મોહમ્મદ ઈકબાલ ખફી, તેમજ શાહીદ ખફી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, અને અલ્તાફ ખફીના કહેવાથી તેના માણસો દ્વારા થોડા સમય પહેલાં અસલમ ખીલજી ઉપર મહાનગરપાલિકાના ગેઇટ પાસે હુમલો કરાયો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત બન્યા હતા, અને હાલ તેઓ પોતાના ઘેર સારવાર લઈ રહ્યા છે.

આ વાતનું મનદુ:ખ રાખીને અલ્તાફ ખફીને ત્રણ પિતરાઈ ભાઈઓએ ગત 20મી તારીખે અસલમ ખીલજીના મોટાભાઈ રફિકભાઈ ની હોટલમાં આવીને હંગામો મચાવી તોડફોડ કરી હતી, અને હુમલો કરી દીધો હતો. સીટી એ. ડિવિઝન ના એએસઆઈ એમ.એમ. ચંદ્રપાલ અને તેઓની ટીમેં ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *