ખાણીપીણીના 47 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ; સંભાર, સબ્જી અને શુધ્ધ ઘીના નમૂના લેવાયા
ફુડ વિભાગ દ્વારા આજે ખાણીપીણીના 47 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 9 એકમોને સ્ટોરેજ મુદ્દે નોટિસ ફટકારી 7 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ ધંધાર્થીઓને ત્યાંથી સંભાર, પંજાબી સબ્જી અને શુધ્ધ ઘીના નમુના લઈ પૃથ્થકરણ અર્થે લેબ મોકલી આપ્યા હતાં.
ફુડ વિભાગ દ્વારા (01)ચારકોલ ફૂડ હોસ્પિટાલિટી(બોલે તો મુંબઈ)-શોપ નં.1 બાલાજી સ્ક્વેર સર્વેશ્વર ચોક, ડો.યાજ્ઞિક રોડ રાજકોટની તપાસ કરતા ફ્રીઝમાં સંગ્રહ કરેલ અંદાજિત 05 કિ.ગ્રા. વાસી પ્રિપેડ ફૂડ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવેલ. (02 )મહાદેવ ઘૂઘરા સર્વેશ્વર ચોક, ડો.યાજ્ઞિક રોડ રાજકોટની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ અંદાજિત 01 કિ.ગ્રા. વાસી મીઠી ચટણીનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવેલ (03)એવન ફૂડ ઝોન (જિલ્લા પંચાયત પાસે ડો.યાજ્ઞિક રોડ) -1 કિ.ગ્રા. વાસી ચટણીનો નાશ તથા તેમજ યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ (04)ક્રિષ્ના મારવાડી પાણીપુરી (સર્વેશ્વર ચોક, ડો.યાજ્ઞિક રોડ) -લાઇસન્સ બાબતે નોટિસ (05)રાજલક્ષ્મી કોલ્ડ્રિંક્સ (છાત્રાલય સામે, ડો.યાજ્ઞિક રોડ) -લાઇસન્સ બાબતે નોટિસ (06)કૈલાશ પાન કોલ્ડ્રિંક્સ (છાત્રાલય સામે, ડો.યાજ્ઞિક રોડ) -લાઇસન્સ બાબતે નોટિસ (07)આર.કે. પાન (સમર આર્કેડ, ડો.યાજ્ઞિક રોડ) -લાઇસન્સ બાબતે નોટિસ (08)હરિપ્રેમ એન્ટરપ્રાઇઝ (અજય’સ કાફે,જાગનાથ પ્લોટ 7 કોર્નર ડો.યાજ્ઞિક રોડ -લાઇસન્સ બાબતે નોટિસ (09)વ્હી નરશીભાઈ પાણીપુરી વાળા (સિદ્ધિ વિનાયક કોમ્પ., ડો.યાજ્ઞિક રોડ) -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ હતી. ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે મુજબની વિગતે કુલ 03 નમૂના લેવામાં આવેલ. 1) શુદ્ધ ઘી (લૂઝ): સ્થળ-ક્રિષ્ના ઘી ભંડાર, કેવડાવાડી ગરબી ચોક, કેવડાવાડી મેઇન રોડ, રાજકોટ. 2) પંજાબી સબ્જીની ગ્રેવી (પ્રિપેર્ડ-લૂઝ): સ્થળ-જયહિંદ મદ્રાસ કાફે, કસ્તુરબા રોડ, પ્રશમ બિલ્ડીંગની સામે રજપૂત છાત્રાલયની બાજુમાં, રાજકોટ. 3)સાંભાર (પ્રિપેર્ડ-લૂઝ): સ્થળ-જયહિંદ મદ્રાસ કાફે, કસ્તુરબા રોડ, પ્રશમ બિલ્ડીંગની સામે રજપૂત છાત્રાલયની બાજુમાં, રાજકોટ નમુના લઈ લેબમાં મોકલી આપેલ.
