ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રમાં આજે ફરી દારૂૂની હેરફેરનો મુદ્દો ઉઠ્યો હતો. જે અંતર્ગત આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં પ્રશ્નોત્તરી કાળમાં દારૂૂબંધી અંગે પ્રશ્ન ઉઠ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યની મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથેની સરહદો પર આવેલા ચેકપોસ્ટ પરથી કરોડો રૂૂપિયાનો વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ પ્રશ્ન કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા ગૃહમાં પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 25 જાન્યુઆરી 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સરહદી ચેકપોસ્ટ પરથી કુલ 10,46,855 વિદેશી દારૂૂની બોટલો પકડવામાં આવી છે, આ ઉપરાંત 1,56,265 બીયરની બોટલો પણ પકડવામાં આવી છે. આમ, કુલ મળીને 38 કરોડથી વધુની કિંમતનો દારુ બોર્ડર પર જ રોકી દેવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં સંડોવાયેલા લોકો સામે પગલાં પણ લેવામાં આવ્યા છે. જે મુજબ 1018થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મોટા પાયે ચાલતા ગેરકાયદેસર વ્યવસાય વિરુદ્ધ કાર્યવાહી કરતા પોલીસે અત્યાર સુધીમાં 1018 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, હજુ પણ આ ગુનાઓમાં સંડોવાયેલા 141 આરોપીઓને પકડવાના બાકી છે.
મહત્વનું છે કે, બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સરકાર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશન કક્ષાએ વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે, જે આ ફરાર આરોપીઓને પકડવા માટે સતત તજવીજ કરી રહી છે. આ કામગીરી દર્શાવે છે કે પાડોશી રાજ્યોમાંથી આવતા ગેરકાયદેસર દારૂૂના જથ્થાને રોકવા માટે ચેકપોસ્ટ પર કડક નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત સરહદે પોલીસની મોટી કાર્યવાહી કરી છે. જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પરથી 2 વર્ષમાં 38 કરોડથી વધુનો દારૂૂ ઝડપાયો છે.
