યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતી પરિણીતા બીજાના કપડાં પહેરવા માટે લાવતા તેમના પતિએ ઠપકો આપી કહ્યું કે બીજાના પહેરેલા કપડાં નહીં પહેરવાના જેથી પરિણીતાને લાગી આવ્યું હતું અને તેમણે ફિનાઈલ પી લીધું હતું. આ અંગેની વધુ વિગતો મુજબ, ભડભંજન સોસાયટીમાં રહેતી મહેક અજયભાઈ રંગપરા નામની 25 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે હતા ત્યારે ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે.આ ઘટનામાં તેમના માતાએ જણાવ્યું હતું કે દીકરી મહેકબેનના પતિ ડ્રાઇવિંગ કામ કરે છે અને તે બીજાના કપડા પહેરવા માટે લાવવી હોય જેથી તેમના પતિ એ તેમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તારે બીજાના કપડા પહેરવા નહીં નવા કપડાં લઈ આવીશું અને તને હમણાં જ જન્મદિવસ પર પચાસ હજાર રૂૂપિયાનો મોબાઈલ લઈ આપ્યો છે તો આપણે શા માટે બીજાના કપડા પહેરવા જોઈએ જેથી મહેક ને લાગી આવતા તેમણે આ પગલું કરી લીધું હતું.
જ્યારે અન્ય બનાવમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા ગોપાલ ચોકમાં રહેતા વિશાલભાઈ દિનેશભાઈ ગોહિલ(ઉ.24)એ વિચાર વાયુ આવતા તેમણે કંટાળી પગલું ભરી લીધું હતું. વિશાલ બે ભાઈ બે બહેનમાં નાનો છે અને તેમને સંતાનમાં એક દીકરો છે.
