પાકિસ્તાનમાં ફરી એક મોટો આતંકી હુમલો થયો છે. એક આત્મઘાતી હુમલાખોર મોટર સાઇકલ સાથે પાકિસ્તાની સેનાની ચેક પોસ્ટ સાથે અથડાયો હતો. ટક્કર થતાની સાથે જ બાઇક અને ચેક પોસ્ટના ફુરચા ઉડી ગયા હતા. આ હુમલામાં આશરે 18 લોકોના મોત થયા છે, જેમાં 5 બાળકો પણ સામેલ છે.
આ ઉપરાંત 30 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ હુમલો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદી વિસ્તાર મીરાનશાહમાં ચશ્મા પુલ પર ગઈકાલે સાંજે લગભગ 4:30 વાગ્યે થયો હતો.
આ હુમલાની જવાબદારી હાફિઝ ગુલ બહાદુર જૂથ સાથે જોડાયેલા આતંકી સંગઠન ઉસ્તુદ ઉલ ખોરાસન (USK) એ લીધી છે. આ સંગઠન ઇત્તિહાદ ઉલ મુજાહિદ્દીન પાકિસ્તાન સાથે જોડાયેલું છે.
IMP નો પ્રમુખ હાફિઝ ગુલ બહાદુર છે, જે આ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. તેણે જ પાકિસ્તાનમાં બજારની વચ્ચે આવેલી ચેક પોસ્ટ પર સુસાઈડ એટેક કરાવીને લોકોના જીવ લીધા. બાઇકમાં એટલો વિસ્ફોટક પદાર્થ હતો કે બજારની અનેક દુકાનોમાં આગ લાગી ગઈ અને લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.
મળતી માહિતી મુજબ, આતંકી હુમલો કરનાર સંગઠન ઉસ્તુદ ઉલ ખોરાસનના સહયોગી સંગઠન IMP ના વડા હાફિઝ ગુલ બહાદુરનું કનેક્શન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સાથે છે.
હાફિઝ ગુલ બહાદુરને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈંજઈં એ તાલીમ આપી છે. ગુલ બહાદુરની તાલીમ મસૂદ અઝહરના બન્નૂ સ્થિત ટ્રેનિંગ કેમ્પમાં થઈ હતી. હાફિઝ ગુલ અફઘાનિસ્તાનથી આવીને આતંકી મસૂદ અઝહર સાથે જોડાયો હતો.
