ઓપસ્ટીન ફાઈલની વિવાદાસ્પદ રિલ્સ અટકાવવી હોય તો મોદી રાજીનામુ આપે: પ્રકાશ આંબેડકર

પ્રકાશ આંબેડકરે પીએમ મોદીને લઈને ખૂબ જ સનસનીખેજ નિવેદન આપ્યુ છે. તેમના આ નિવેદન પછી રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. એક રીતે પ્રકાશ આંબેડકરે પીએમ…

પ્રકાશ આંબેડકરે પીએમ મોદીને લઈને ખૂબ જ સનસનીખેજ નિવેદન આપ્યુ છે. તેમના આ નિવેદન પછી રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. એક રીતે પ્રકાશ આંબેડકરે પીએમ મોદીને ચેતાવણી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે વંચિત બહુજન અઘાડી (ટઇઅ) ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે પીએમ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. તેમણે પીએમ મોદી વિરુદ્ધ ખૂબ સનસનીખેજ નિવેદન આપ્યુ છે.

મુંબઈમાં આયોજિત એક જાહેર વિરોધ પ્રદર્શન દરમિયાન, આંબેડકરે પીએમ નરેન્દ્ર મોદીને સીધી ’ચેતવણી’ આપી હતી. પ્રકાશ આંબેડકરે કહ્યું છે કે જો મોદી તેમની ’બે વિવાદાસ્પદ રીલ્સ’ જાહેર થતી અટકાવવા માંગતા હોય, તો તેમણે તાત્કાલિક વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવું જોઈએ. તેમણે એપસ્ટીન ફાઈલમાં પી.એમ.નું નામ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રકાશ આંબેડકરે પીએમ નરેન્દ્ર મોદી પર વિદેશી શક્તિઓ સામે ઝૂકવાનો આરોપ લગાવ્યો છે, તેમનું રાજીનામું માંગ્યું છે અને ’વિવાદાસ્પદ રીલ્સ’ જાહેર કરવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમના નિવેદનથી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. મોદીનુ રાજીનામુ જોઈએ, સરકારનુ નહી – આંબેડકરે પોતાના ભાષણની ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર શેયર કરી, જેમા તેમણે EpsteinFiles અને MujraModi જેવા વિવાદિત હૈશટૈગનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું, “નરેન્દ્ર મોદીજી, એપ્રિલ સુધી રાહ જુએ. તમારી બે રીલ્સ રિલીઝ કર્યા વગર અમે ચેનથી બેસીએ નહી. જો તમે તે રીલ્સ રોકવા માંગતા હોય, તો તમારી ખુરશી ખાલી કરો.” મહત્વની વાત તો એ છે કે આંબેડકરે આખી સરકારના રાજીનામાની માંગ કરી ન હતી, પરંતુ દેશની સાર્વભૌમત્વની રક્ષા માટે ફક્ત મોદીના “બલિદાન” માટે હાકલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *