મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા મહાયુદ્ધનો સૌથી મોટો શિકાર પાકિસ્તાન બન્યું હોય તેમ લાગી રહ્યું છે. યુદ્ધના કારણે ઈંધણ સપ્લાયનો મુખ્ય માર્ગ ’હોર્મુઝ સ્ટ્રેટ’ બંધ થઈ જતાં પાકિસ્તાનમાં તેલની ભારે અછત સર્જાઈ છે. આ કટોકટીને પહોંચી વળવા માટે શાહબાઝ શરીફ સરકારે દેશમાં ફરી એકવાર કોવિડ-19 મહામારી જેવા પ્રતિબંધો લાદવાની તૈયારી કરી લીધી છે. પાકિસ્તાની અખબાર ’ડોન’ ના અહેવાલ મુજબ, રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા અને મોંઘા ઇંધણનો વપરાશ બચાવવા માટે સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે ’વર્ક ફ્રોમ હોમ’ અને શાળાઓ-કોલેજોમાં ઓનલાઈન ક્લાસ લેવાનું ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યું છે.
જો કે કોર્પોરેટર આઈટી સહિતના નેત્રોમાં વર્ક ફ્રોમ હોમ વ્યાપક રીતે લાગુ કરી દેવાયું છે.આર્થિક રીતે પડી ભાંગેલા પાકિસ્તાન પાસે હવે તેલ આયાત કરવાના મર્યાદિત રસ્તાઓ બચ્યા છે. આઈટી અને ટેલિકોમ જેવી મોટી કંપનીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ કર્મચારીઓને ઘરેથી કામ કરવા દેવા સૂચના અપાઈ છે. આટલું જ નહીં, પેટ્રોલનો સંગ્રહખોરી રોકવા માટે હવે દર અઠવાડિયે કિંમતોની સમીક્ષા કરવામાં આવશે. પાકિસ્તાને સાઉદી અરેબિયાને કરગરીને વિનંતી કરી છે કે તેમને હોર્મુઝના જોખમી માર્ગને બદલે લાલ સમુદ્ર (છયમ જયફ) ના માર્ગે તેલ પૂરું પાડવામાં આવે.
જોકે, લાલ સમુદ્રમાં પણ તણાવ હોવાથી પાકિસ્તાન માટે ’ગાઈ ગાય ને ભેંસ આડી’ જેવી સ્થિતિ સર્જાઈ છે.
રસપ્રદ વાત એ છે કે, એક તરફ પાકિસ્તાન તેલ માટે વલખાં મારી રહ્યું છે, તો બીજી તરફ તેના વિદેશ મંત્રી ઇશાક ડારે ઈરાનને ખુલ્લી ધમકી આપી છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથેના સંરક્ષણ કરારનો હવાલો આપીને કહ્યું છે કે જો ઈરાન સાઉદી પર હુમલો કરશે, તો પાકિસ્તાને યુદ્ધમાં ઉતરવું પડશે. પરંતુ જાણકારો માની રહ્યા છે કે જે દેશ પાસે પોતાના વાહનો ચલાવવા માટે પૂરતું પેટ્રોલ નથી, તે યુદ્ધના મેદાનમાં કેવી રીતે ટકી શકશે? અત્યારે તો પાકિસ્તાની જનતા તેલના વધતા ભાવ અને ફરી શરૂૂ થયેલા ઓનલાઈન ક્લાસના કારણે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
