રાજકોટ ખાતે Raj Cooling Systems Pvt. Ltd. દ્વારા ‘Vision 2030’ ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય કોર્પોરેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
કંપની પાસે અગાઉથી 4 વર્લ્ડ રેકોર્ડસનું ગૌરવ હતું અને હવે વિશ્વના સૌથી મોટા એર પ્યુરિફાયર માટે Golden Book of World Records માં સ્થાન મેળવી 5મી વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે. જે કંપની માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. આધુનિક સોલાર આધારિત ટેક્નોલોજી, BLDC સિસ્ટમ, જેપનીઝ ટેક્નોલોજી અને હાઇ-કેપેસિટી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ધરાવતા આ એર પ્યુરિફાયર દ્વારા કંપનીએ વૈશ્વિક સ્તરે પોતાની નવી ઓળખ સ્થાપિત કરી છે.
કાર્યક્રમ દરમિયાન કંપનીએ બે નવી બ્રાન્ડ્સનું પણ લોન્ચિંગ કર્યું. અલયિુફત બ્રાન્ડ વ્હાઇટ ગૂડ્સ સેગમેન્ટમાં પ્રવેશ કરશે, જેમાં એસી, ગીઝર અને વોશિંગ મશીનોનો સમાવેશ થાય છે.આ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલીવૂડ અભિનેતા ઇમરાન હાસમીની જાહેરાત કરવામાં આવી બીજી તરફ Kiozy ખાસ એર પ્યુરિકાયર રેન્જ પર કેન્દ્રિત રહેશે, જે ઇન્ડોર વેલનેસ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપશે. Kiozy+ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાણીતી અભિનેત્રી ભાગ્યશ્રીની જાહેરાત કરવામાં આવી.
આ અવસરે કંપનીને ‘Incredible Workplace” સર્ટિફિકેટથી પણ સન્માનિત કરવામાં આવી, જે કર્મચારી-કેન્દ્રિત કાર્ય સંસ્કૃ મજબૂત ટીમવર્કનો પુરાવો છે. કાર્યક્રમની વિશેષતા તરીકે કંપનીના CMD Kalpesh Ramoliya દ્વારા લખાયેલ પ્રેરણાત્મક પુસ્તક Risk is The Real Capital નું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું.
