PGVCL દ્વારા યુનિયન સાથે સકારાત્મક ચર્ચા છતાં હડતાળની નોટિસથી પ્રતિષ્ઠાને નુકસાન

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આંદોલન અંગેની નોટીસ બાબતે પીજીવીસીએલની યાદી જણાવે છે કે યુનિયન દ્વારા તા. 17.01.2026 ના પત્રથી મીટીંગ માંગવામાં આવેલ તે…

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આંદોલન અંગેની નોટીસ બાબતે પીજીવીસીએલની યાદી જણાવે છે કે યુનિયન દ્વારા તા. 17.01.2026 ના પત્રથી મીટીંગ માંગવામાં આવેલ તે બાબતે મેનેજમેન્ટ દ્વારા તા.02.02.2026 ના રોજ મીટીંગ આપવામાં આવેલ અને તે મીટીંગમાં યુનિયનના ઉચ્ચ હોદેદાર હાજર રહેલ, મીટીંગમાં યુનિયન તરફથી રજૂ કરવામાં આવેલ 05 (પાંચ) પ્રશ્નોમાંથી 04 (ચાર) પ્રશ્નો બાબતે સકારાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે. બાકીનો એક પ્રશ્ન કંપનીના નિયમો તથા કાયદાકીય અભિપ્રાય ધ્યાને લેતા કંપની દ્વારા યોગ્ય નિર્ણય કરેલ છે. આમ યુનિયનની રજૂઆતના તમામ મુદ્દાઓનો વિગતવાર વિસ્તૃત જવાબ પીજીવીસીએલ દ્વારા તા. 18.02.2026 ના રોજ આપવામાં આવેલ છે. આ મીટીંગ બાદ જે કોઈ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ તે પ્રશ્નોના નિરાકરણ માટે કંપની દ્વારા કંપનીના નિયમોનુસાર સકારાત્મક કાર્યવાહી કરવામાં આવશે, તેવું પણ જણાવેલ.

ત્યારબાદ એ.જી.વી.કે.એસ. યુનિયન દ્વારા અગાઉની રજૂઆત સાથેના અન્ય 11 (અગિયાર) મુદ્દા સાથે તા. 23.02.2026 ના રોજ હડતાલની નોટીસ આપવામાં આવેલ. તે અનુસંધાને મેનેજમેન્ટ દ્વારા કંપનીના નિયમોનુસાર સકારાત્મક કાર્યવાહી કરવા અંગે વિસ્તૃત અહેવાલ સીનીયર સેક્રેટરી જનરલ -ઊંઝાને 24 કલાકમાં જ તા. 24.02.2026 ના રોજ આપી દેવામાં આવેલ.

તેમ છતાં એ.જી.વી.કે.એસ. યુનિયન દ્વારા હડતાલની ચીમકી દ્વારા કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું પગલું ભરી આવનાર માર્ચ મહિનાની કામગીરીને અસર થાય તેવી પરીસ્થિતિ ઉભી કરવાની કોશિશ કરેલ છે. તેમજ આંતરિક તપાસ કરતાં કોઇપણ કર્મચારીને અન્યાય થયો હોય તેવી રજૂઆત કંપનીને મળેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *