PSIની ભરતીમાં 0.1 ટકા પરિણામ, 472 ઉમેદવારોની હંગામી યાદી જાહેર

ગુજરાત પોલીસમાં જોડાવા ઇચ્છુક લાખો યુવાનો માટે આ મોટી ખબર છે. જાહેરનામું ક્રમાંક GPRB/202324/ હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. આ…

ગુજરાત પોલીસમાં જોડાવા ઇચ્છુક લાખો યુવાનો માટે આ મોટી ખબર છે. જાહેરનામું ક્રમાંક GPRB/202324/ હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. આ ભરતી માટે પ્રથમ તબક્કામાં 4.60 લાખથી વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી, જે રાજ્યની સૌથી મોટી ભરતી પ્રક્રિયાઓમાંની એક ગણાય છે. જેમાં એ 0.1 ટકા ઉમેદવારો સફળ રહેતા 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી જાહેર કરાઇ છે.

ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચકાસવા માટે કસોટી લેવામાં આવી હતી. તેમાં દોડ, ઊંચકણી અને અન્ય શારીરિક માપદંડોનો સમાવેશ થયો હતો. 4.60 લાખથી વધુ ઉમેદવારોમાંથી એક લાખથી વધુ ઉમેદવારો આ તબક્કામાં સફળ થયા હતા અને તેઓ લેખિત પરીક્ષા માટે પાત્ર બન્યા હતા. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલ 2025ના રોજ યોજાઈ હતી. પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, કાયદાકીય જ્ઞાન, તર્કશક્તિ અને ભાષાકૌશલ્ય જેવા વિષયોનો સમાવેશ થયો હતો. લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ દસ્તાવેજ ચકાસણી માટે કુલ 1023 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.
દસ્તાવેજ ચકાસણી 5 ફેબ્રુઆરી 2026થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી.

આ દરમિયાન ઉમેદવારોના શૈક્ષણિક પ્રમાણપત્રો, જાતિ દાખલા, ઓળખ દસ્તાવેજો તથા અન્ય જરૂૂરી કાગળોની તપાસ કરવામાં આવી હતી. દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા બાદ 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત 95 ઉમેદવારોની હંગામી પ્રતિક્ષા યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ યાદીઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવી છે. પસંદ થયેલા ઉમેદવારોને આગળની પ્રક્રિયા અંગે અલગથી સૂચના આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *