બ્રિટન-નાટો આડા ફાટ્યા, અમેરિકાને એરબેઝ આપવા ઇનકાર

ઇરાન સામે યુધ્ધ પહેલા ટ્રમ્પને સાથી દેશોનો હાઇવોલ્ટેજ ઝટકો, શનિવારના બદલે ઇરાનને 10 દી’નું અલ્ટીમેટમ આપતું અમેરિકા અમેરિકાએ ઇરાન સામે યુધ્ધની નોબત વગાડયા પછી એકાએક…

ઇરાન સામે યુધ્ધ પહેલા ટ્રમ્પને સાથી દેશોનો હાઇવોલ્ટેજ ઝટકો, શનિવારના બદલે ઇરાનને 10 દી’નું અલ્ટીમેટમ આપતું અમેરિકા

અમેરિકાએ ઇરાન સામે યુધ્ધની નોબત વગાડયા પછી એકાએક જ પલટવાર કરીને શનિવારની મુદત લંબાવીને દસ દિવસનું અલ્ટીમેટમ જાહેર કરુવં પડયું છે. જેના એક કારણરૂપે ઇરાને રાતોરાત રશિયા સાથે જાહેર કરેલી સંયુક્ત લશ્કરી કવાયત છે. તો બીજી તરફ બ્રિટને પોતાના કોઇ પણ એરબેઝનો ઉપયોગ કરવા દેવા અમેરિકાને ઇન્કાર કરી દીધો છે. બ્રિટનના આ વલણને અનુસરીને નાટો સંગઠનના તમામ દેશો વતી નાટોના વડાએ પણ આ રાષ્ટ્રોમાંથી કોઇના પણ એરબેઝનો ઉપયોગ કરવા પર મનાઇ ફરમાવી છે.

ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય કાયદાનું કારણ આપીને અમેરિકાને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે. બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પરના કોઈપણ હુમલામાં ભાગીદાર બનીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા માંગતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટને ખાસ કરીને ગ્લોસ્ટરશાયર સ્થિત ’રોયલ એર ફોર્સ બેઝ ફેરફોર્ડ’ અને હિંદ મહાસાગરમાં આવેલા અત્યંત વ્યૂહાત્મક ’ડિયેગો ગાર્સિયા’ સૈન્ય મથકનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો છે. બ્રિટને સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર પોતાની અને સાથી દેશોની સુરક્ષા સુધી જ મર્યાદિત રહેશે.

બ્રિટનના નેતૃત્વમાં નાટો સંગઠને પણ પોતાના કોઇપણ દેશના એરબેઝ અમેરિકાને ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતા ટ્રમ્પની હાલત કફોડી થઇ ગઇ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ સરકારના આ વલણની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જો ઈરાન પરમાણુ કાર્યક્રમ પર સમજૂતી નહીં કરે, તો અમેરિકાને આ સૈન્ય મથકોની જરૂૂર પડી શકે છે. ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાનના આ નિર્ણયને ’મોટી ભૂલ’ ગણાવીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.

આ વિવાદ પાછળ બ્રિટનની ચાગોસ ટાપુ સમૂહ મોરેશિયસને સોંપવાની યોજના પણ કારણભૂત મનાય છે. બ્રિટન આ ટાપુઓ મોરેશિયસને આપીને ડિયેગો ગાર્સિયા બેઝને 99 વર્ષ માટે લીઝ પર પાછો લેવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટે 35 બિલિયન પાઉન્ડની રકમની ચર્ચા છે. ટ્રમ્પ પહેલેથી જ આ સોદાની વિરુદ્ધમાં છે. હાલની સંધિ મુજબ, ડિયેગો ગાર્સિયાથી હુમલો કરવા માટે અમેરિકાએ માત્ર બ્રિટનને જાણ કરવાની હોય છે, પરંતુ છઅઋ બેઝ માટે લેખિત પરવાનગી અનિવાર્ય છે, જે બ્રિટને અત્યારે નકારી દીધી છે.

બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ઈરાનને વોશિંગ્ટન સાથે ’સાર્થક સમજૂતી’ કરવાની અપીલ કરી છે. આ દરમિયાન તેમણે ચેતવણી આપી કે, આવું કરવામાં નહીં આવે તો આ મધ્ય પૂર્વીય દેશને ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, ઈરાન સાથે સાર્થક સમજૂતી કરવી વર્ષોથી સરળ રહી નથી. ઇરાને રશિયા સાથેની સંયુક્ત લશ્કરી કવાયતની જાહેરાત કર્યા પછી ટ્રમ્પે શનિવારની મુદત લંબાવી છે. અમારે એક સાર્થક સમજૂતી કરવી જ પડશે, નહીંતર ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેઓ વોશિંગ્ટનમાં ટ્રમ્પ દ્વારા રચાયેલ ’બોર્ડ ઓફ પીસ’ની ઉદ્ઘાટન બેઠકમાં બોલી રહ્યા હતા, જે ગાઝા અને તેની આસપાસ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું છે.

આ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા સાથે વાતચીત આગામી 10 દિવસમાં થવી જોઈએ, નહીંતર વોશિંગ્ટનને એક ડગલું આગળ વધવું પડી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ઈરાન પરમાણુ હથિયાર ન રાખી શકે. પરમાણુ હથિયાર હોવા પર મધ્ય પૂર્વમાં શાંતિ હોઈ શકે નહીં. નોંધપાત્ર છે કે, અમેરિકાએ મિડિલ ઈસ્ટમાં ફાઈટર જેટ અને યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાએ પોતાના એફ-35 અને એફ-22 ફાઈટર જેટ મધ્ય પૂર્વ તરફ મોકલી દીધા છે. વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાના કેટલાક સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર અને યુદ્ધ જહાજો પણ તૈનાત કર્યા છે.

યુએસએસ અબ્રાહમ લિંકન પહેલેથી જ ઈરાનના કિનારા પાસે તૈનાત છે, જ્યારે બીજું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ પણ તે વિસ્તારમાં મોકલવામાં આવ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, જો આયાતુલ્લા ભૂલ કરશે અને અમારા પર હુમલો કરશે, તો તેમને એવો જવાબ મળશે જેની તેઓ કલ્પના પણ નહીં કરી શકે.

અમેરિકા અને સાથી રાષ્ટ્રોમાંથી બ્રિટને પોતાને પાછું ખેંચી લીધું
છેલ્લા ઘણા વરસોથી અમેરિકાના તમામ યુધ્ધમાં અને ટુંકાગાળાની દરેક સ્ટ્રાઇકમાં બ્રિટને સાથ આપ્યો છે જેમાં ઇરાક સહીતના વિવિધ અખાતી દેશોનો અને અફઘાનિસ્તાન પરના ભીષણ સંગ્રામનો પણ સમાવેશ થાય છે. ઇતિહાસમાં પહેલીવાર બ્રિટન અને અમેરિકાના રસ્તા જુદા પડી રહ્યા છે. ટ્રમ્પની અને બ્રિટન અંગેની મનઘડંત નીતિના જવાબમાં બ્રિટને આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *