ગુજરાત બારની ચૂંટણીમાં એડેવોકેટ દિલીપ પટેલે ઉમેદવારી નોંધાવી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી તારીખ 6 માર્ચના રોજ યોજનારી ચૂંટણીમાં રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના બાર એસોસિએશનનો ઝંજાવતી…

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી તારીખ 6 માર્ચના રોજ યોજનારી ચૂંટણીમાં રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના બાર એસોસિએશનનો ઝંજાવતી પ્રવાસ દરમિયાન વકીલોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી માં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ અધ્યક્ષ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે. ગુજરાતમાં સૌથી વધુ મતે જીત મેળવનાર દિલીપભાઈ પટેલને વિજય બનાવવા માટે રાજકોટ બાર એશો.ના પુર્વે પમુખ પરેશ મારુ, હાલના પ્રમુખ સુમીત વોરા, હોદેદારો નિલેશ પટેલ, કેતન મંડ, સમીર ખીરા, સંજય ડાંગર, પરેશ ત્રિવેદી સહીત ના સૌરાષ્ટ્રના તમામ બાર એશોશીએસનનો પ્રવાસ કરી રહ્યાં છે. જામનગર, જુનાગઢ, અમરેલી સહિત શહેરોમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઉમેદવાર દિલીપ પટેલની જીતાડવા માટે ઠેર ઠેર ઉત્સાહ જોવા મળી રહે છે. મહિલા વકીલો મહેશ્વરી બેન ચૌહાણ, બિનલબેન રવેશીયા, એકતા જોષી સહીતના મહીલા વકીલો પ્રચાર કરી દિલીપભાઈ ને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. અમરેલી વિસ્તારના યોગેશ ઉદાણી, કેતન સિંધવા, દિલીપ મહેતા, હિતેશ દવે, રમેશ કથીરીયા દ્વારા એક એક વકીલ ભાઈ બહેનોને દિલીપ પટેલને મત આપવા માટે અપીલ કરી છે.

રાજકોટ ખાતેથી ચૂંટણીના “શ્રી ગણેશ’ કરી બેઠક યોજાઈ ગઇ હતી. જેમાં સિનિયર વકીલો જયદેવભાઈ શુકલ, તુષાર ગોકાણી, પંકજ દોગા, ધર્મેશ સખીયા, બીમલ જાની, કપીલ શુકલ, સ્તવન મહેતા, હેમાંગ જાની, પરાગ શાહ, રમેશ ધોડાસરા, રાજેન્દ્રસિંહ ગોહિલ, કિશન વાલવા, યોગેશ ઉદાણી, સુનીલ વાઢેરે દિલીપભાઈ પટેલે 12 કાઉન્સિલ ઓફ ગુજરાત અને 12 કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં વકીલોના હિત માટે કરેલી કામગીરી વર્ણવી હતી. ક્રમ નં. 62 સામે મતદાન કરવા અપીલ કરેલ હતી. રાજકોટ જામનગર ગીર સોમનાથ જુનાગઢ સહિતના જિલ્લા મથકો અને તાલુકા જ મથકોએ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, જયેન્દ્ર ગોંડલીયા, રાજેશ મહેતા, રાજભા ગોહિલ, લલીત સંખાવરા, રમેશ કાપડિયા, રાજેશ ફળદુ સહિતના લડાયક લોકપ્રિય ઉમેદવાર દિલીપ પટેલના પ્રચારની ધુરા સંભાળી લીધેલ છે અને ક્રમ નં. 62 ઉપર મતદાન કરવા સમજાવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *