પત્નીની ઘરેલુ હિંસાની અરજી પર સુપ્રીમ કોર્ટે શમી પાસે જવાબ માગ્યો

પેસ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઘરેલું હિંસાના આક્ષેપ સહિતના શમી વિરુદ્ધના કેસો પશ્ચિમ બંગાળમાંથી દિલ્હીમાં ખસેડવા સુપ્રીમ કોર્ટને જે અરજી કરી છે એ…

પેસ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઘરેલું હિંસાના આક્ષેપ સહિતના શમી વિરુદ્ધના કેસો પશ્ચિમ બંગાળમાંથી દિલ્હીમાં ખસેડવા સુપ્રીમ કોર્ટને જે અરજી કરી છે એ સંબંધમાં અદાલતે ગઈ કાલે શમી પાસે જવાબ માગ્યો હતો.

શમીથી તેની પત્ની હસીન જહાં અલગ રહે છે. તેણે કેસ ટ્રાન્સફર કરવા સંબંધમાં જે બે પિટિશન નોંધાવી છે એને અલગ રીતે સાંભળવા ન્યાયમૂર્તિઓ મનોજ મિશ્રા તથા મનમોહનની બેન્ચે સંમતિ બતાવી હતી. દરમ્યાન, તેમણે આ વિષયમાં ચાર અઠવાડિયા પછી સુનાવણી રાખવાનું નક્કી કર્યું છે.

અદાલતે ગયા વર્ષે સાતમી નવેમ્બરે શમીને નોટિસ મોકલી હતી. આ નોટિસ હસીન જહાંએ પોતાના તથા શમીથી થયેલી પુત્રી માટેની વચગાળાની રાહતની રકમ વધારવા માટે જે માગણી કરી હતી એ સંબંધમાં હતી. 2018માં હસીન જહાંએ કોલકાતાના જાદવપુર પોલીસ સ્ટેશનમાં શમી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવ્યો હતો જેને આધારે શમી સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *