ઉર્જા કાર્યક્ષમતા, પર્યાવરણ સંરક્ષણ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાની દિશામાં રાજકોટ ડિવિઝનની મહત્વપૂર્ણ પહેલ
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ ડિવિઝને ઊર્જા કાર્યક્ષમતા તથા પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝનની પાંચ ઇમારતોને વર્ષ 202526 માટે બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા આપવામાં આવતા પ્રતિષ્ઠિત ‘શૂન્ય પ્લસ (Shunya Plus)’’ અને ‘શૂન્ય (Shunya)’ લેબલથી સન્માનિત કરવામાં આવી છે.
આ સન્માન ઊર્જા સંરક્ષણ, ટકાઉ વિકાસ તથા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટે રાજકોટ ડિવિઝન દ્વારા કરવામાં આવતા સતત પ્રયાસોને દર્શાવે છે અને રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ લક્ષ્યો પ્રત્યે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીના ના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ ડિવિઝનલ વિદ્યુત ઇજનેર (પાવર) રજની યાદવ તથા તેમની ટીમના સમર્પિત પ્રયાસોથી આ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ડિવિઝન દ્વારા ઊર્જા કાર્યક્ષમ અવસરો, આધુનિક ટેક્નોલોજી અને પર્યાવરણમૈત્રી પ્રણાલીઓ અપનાવી રેલવે પરિસરોમાં ઊર્જા બચતને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ ઇમારતોમાં ઊર્જા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ ઊર્જા કાર્યક્ષમતા ધરાવતા BLDC પંખાઓ, સમગ્ર પરિસરમાં LED લાઇટિંગ સિસ્ટમ તથા ઊર્જા કાર્યક્ષમ 5-સ્ટાર રેટેડ વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત રૂૂફટોપ સોલાર ઊર્જા પ્લાન્ટોની સ્થાપના કરીને સ્વચ્છ ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેમજ સોલાર વોટર હીટર સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
