અંજીયાસર ગામની સીમમાં વીજલાઈન કામ ચાલતું હોય જ્યાં સાઈટ પરથી અજાણ્યો ઇસમ 4500 મીટર એલ્યુમીનીયમ વાયર કીમત રૂૂ 13.50 લાખની ચોરી કરી લઇ ગયો છે તેમજ 6500 મીટર વાયર, તેમજ અન્ય સાધનો સહીત કુલ રૂૂ 5 લાખ જેટલું નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
યુપીના વતની હાલ મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા આશુતોષ દિનેશકુમાર ભારતીયાએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી કલ્પતરૂૂ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લીમીટેડ કંપનીમાં નોકરી કરતા હોય અને કંપનીએ પાવર ગ્રીડ 765 કેવી લાકડિયા અમદાવાદ વીજલાઈન કામ રાખેલ છે જે લાઈનના લોકેશન નંબર 19/0 થી 19/05 વચ્ચેના ભાગે આવેલ 4500 મીટર એલ્યુમીનીયમ વાયર કીમત રૂૂ 13,50,000 ની કોઈ ચોરી કરી લઇ ગયું છે તેમજ 6500 મીટર વાયર અને ઇન્સ્યુલેટર નંગ 12 અને સ્પેસર નંગ 35 તથા મેડિસીયન્સ જોઈટ નંગ 12 અને ડબલ આઈ સસ્પેશન ફીટીંગ સેટ નંગ 03 મળી કુલ રૂૂ 5 લાખનું નુકશાની કર્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માથક ગામેથી દારૂ ઝડપાયો
માથક ગામે રહેતા ઇસમના મકાનમાં દારૂૂની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂૂનો જથ્થો અને ઇકો કાર મળી આવતા પોલ્સીએ 3.38 લાખનો મુદામાલ કબજે લીધો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે.
હળવદ પોલીસ ટીમે માથક ગામે આરોપી અજય રૂૂડાભાઈ જેતપરાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપી અજય પોતાની ઇકો કાર જીજે 36 એલ 3530 વાળીમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો લાવી પોતાના મકાનમાં રાખ્યો હતો આરોપીના મકાનમાંથી બીયરના 49 તીન, દારૂૂની 180 મિલીની 96 બોટલ, અન્ય બ્ર્ન્દની 10 બોટલ, તેમજ ગ્રીન લેવલ વ્હીસ્કીની 04 બોટલ એમ કુલ રૂૂ 38,720 નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઇકો કાર કીમત રૂૂ 3 લાખ અને દારૂૂ સહીત 3,38,720 નો મુદામાલ કબજે લીધો છે આરોપી અજય જેતપરા હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે.
