લોઠડામાં પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત ગુજરાત મિરર, ગાંધીનગર તા.13
ગુજરાતની રાજનીતિમાં આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ખાલી પડેલા ઉપાધ્યક્ષના પદ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પૂર્ણેશભાઈ મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે સત્તાવાર રીતે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, અગાઉ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડ કાર્યરત હતા. જોકે, તાજેતરમાં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપતા આ જગ્યા ખાલી પડી હતી. જેઠાભાઈ ભરવાડના સ્થાને હવે સંગઠન અને સરકારમાં બહોળો અનુભવ ધરાવતા પૂર્ણેશભાઈ મોદીને મેદાને ઉતારીને ભાજપે રાજકીય સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે. પૂર્ણેશભાઈ મોદી સુરત પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે અને અગાઉ કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઉપાધ્યક્ષ પદ માટેની આગામી 16મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. જોકે, ગૃહમાં ભાજપનું સંખ્યાબળ જોતા પૂર્ણેશભાઈ મોદીની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.
બીજી તરફ કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરશે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ ઉપાધ્યક્ષ પદ માટે આજે જ ઉમેદવારી ફોર્મ ભરશે. એટલે હવે બિનહરીફ ચૂંટણીની સંભાવના રહી નથી અને ગૃહમાં મતદાન થવાનું નિશ્ચિત બન્યું છે. વિપક્ષે ઉપાધ્યક્ષ પદ માટે પોતાના ઉપનેતા ની ઉમેદવારી નોંધાવી છે. બે ધારાસભ્યોએ તેમના નામને ટેકો આપ્યો હોવાનું જાણવા મળે છે.
