મોબાઇલ પણ સ્વીચ ઓફ, સંપર્ક સાધવા ‘આપ’ના નેતાઓના પ્રયાસ છતાં મળતા નથી
કરપડાના ટેકેદારોએ પાર્ટીને જ નિશાન બનાવવાનું શરૂ કરતા કેસરિયા કરે તેવા સંકેત
આમઆદમી પાર્ટીના ઉભરતા અને લડાયક નેતા આજે અચાનક ‘આપ’ના તમામ પદો ઉપરથી રાજીનામું આપી ભૂગર્ભમાં ઉતરી જતા સૌરાષ્ટ્રના રાજકારણમાં અટકળો અને અનુમાનોની આંધ ઉઠી છે રાજુ કરપડાએ કયા કારણે રાજીનામું આપ્યુ તે અંગે અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે ત્યારે હવે રાજુ કરપડા માની જશે કે, ભાજપમાં જોડાશે કે કોંગ્રેસનો પાલવ પકડશે? તે અંગે વિવિધ અનુમાનો લગાત્તાઇ રહ્યા છે. ‘આપ’ના નેતાઓ પણ હાજુ કરપડાનો સંપર્ક સાધવા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ તેનો સંપર્ક થઇ રહ્યો નથી. ખેડૂત આંદોલન બાદ 108 દિવસ જેલમાં રહેલા રાજુ કરપડા જેલમાંથી હીરોની માફક બહાર આવ્યા હતા પરંતુ ત્યારબાદ અચાનક જ રાજીનામું આપી દેતા કાંતો તેમને પાર્ટી સાથે વાંકુ પડયું છે અથવા તો ભાજપ સાથે ‘ગોઠવાઇ’ ગયું છે? તેવી ચર્ચાઓ થઇ રહી છે. જોકે, રાજુ કરપડાના નિકરના સૂત્રો નામ જાહેર કર્યા વગર ‘આપ’ના નેતાઓ સામે આક્ષેપોની તોપ ફોડી રહ્યા હોવાથી રાજુભાઇ કેસરિયા કરી રહ્યાની ચર્ચાએ જોર પકડયું છે.
ગોપાલ ઈટાલિયાએ મદદ ના કરતા રાજુ કરપડાનું અઅઙમાંથી રાજીનામું:વિસાવદર જીતાડવા દોઢ મહિનો મહેનત કરી છતાં જેલવાસ વખતે ફરક્યા પણ નહીં, હવે ભાજપમાં જોડાવાની શક્યતા મળતી માહિતી મુજબ, રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું છે. રાજીનામાના કારણોને લઈને સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આંતરિક મતભેદો અને સંગઠનાત્મક મુદ્દાઓને કારણે રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
આ રાજીનામા અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું કે, રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી ભારોભાર નારાજ હતા. સાડા ત્રણ મહિનાના જેલવાસ દરમિયાન તેને કોઈ મદદ નથી કે નથી તો તેની સાથે મુલાકાત કરી. જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભા ચૂંટણી લડતા હતા ત્યારે દોઢ મહિના સુધી રાજુ કરપડાએ ચૂંટણી જીતાડવા મહેનત કરી હતી. પરંતુ કપરાસમયમાં ઇટાલિયાએ મદદ ન કરતા અંતે રાજીનામું ધરી દીધું છે. જોકે, રાજુ કરપડા હજુ કાંઇ બોલવા સામે આવયા નથી. જ્યારે ‘આપ’ના નેતાઓએ ભાજપ ઉપર દોષારોપણ શરૂ કરી દીધું છે
રાજુ કરપડાના રાજીનામાંથી સૌરાષ્ટ્રમાં આપને મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં આપની પકડ ધીમે ધીમે મજબૂત બની રહી હતી અને ઇટાલિયાની વિસાવદર જીત બાદ કડદા પ્રથા સામે મોટું આંદોલન થયું. જેથી ખેડૂતો આપ તરફ ઢળવા લાગ્યા પણ અચાનક જ રાજુ કરપડાના રાજીનામાં બાદ પાર્ટી સૌરાષ્ટ્રમાંથી પોતાની પકડ ગુમાવે તેવી શકયતા છે.
હાલ પાર્ટી તરફથી તેમના રાજીનામા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પડાયું નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામને મુખ્ય આરોપી ગણાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ સામે અત્યંત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ખુનની કોશિશ, ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળી રચવાનો આરોપ લગાવાયો હતો. ત્યાર બાદ તેઓ સાડા ત્રણ મહિના જેલમાં રહ્યા હતા અને 1 ફેબ્રુઆરીના રોજ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા.
રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે. રાજુ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો પરાજય થયો હતો. પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજુ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા.
કઇ મજબૂરી હશે તે જાણી શકાયું નથી: ઇસુદાન ગઢવી
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ રાજુ કરપડાના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છેકે, આજે ખેડૂત નેતા રાજુ કરપડાનું મને ઠવફતિંઆા પર રાજીનામું મળ્યું છે મારે વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હડદડથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોના ઉઠાવ્યા હતા. હડદડમાં એક ખેડૂતોને ઉમીદ પણ જાગી.તેમણે વધુમાં કહ્યું કે, રાજુ કરપડા, પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર અત્યાચાર કરાયો, ખોટા ખેસો કરવામાં આવ્યા અને તેમને ધમકાવવામાં આવ્યા તેમ છતાં પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જોમ અને જુસ્સો રહ્યો. ખેડૂતો માટે તેમણે ખૂબ મહેનત કરી છે. કઇ મજબૂરી હશે એ હજી મારે જાણી શકાયું નથી. પરંતુ એટલું ચોક્કસપણે કહીશ કે તેમણે ખેડૂત માટે અને ખેડૂતોને વ્યવસ્થિત ભાવ મળે, એપીએમસીમાં ચાલતી લૂંટને લઇને ખૂબ આંદોલનો કર્યા, મહેનત કરી. એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુ કરપડાનું ખૂબ સમર્થન રહ્યું. આ સાથે જ ઇસદાન ગઢવીએ રાજુ કરપડાના રાજીનામા અંગે ભાજપ પર પ્રહારો કર્યા છે.
ભાજપના પ્રેસરથી રાજીનામું આપ્યાની શંકા: ડો.પ્રવીણ રામ
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને ખેડૂત નેતા પ્રવીણ રામની પણ આ સંદર્ભે પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, રાજુ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુ:ખી છું, કારણ કે હડદડ મુકામે મે અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી. ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો અમે બંનેએ પ્રયત્ન કર્યો. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ખેડૂતોની લડાઇ તોડી નાખવા માટે અમને અનેક યાતનાઓ આપવામાં આવી. 108 દિવસ જેલમાં પણ પૂરવામાં આવ્યા. અમાર પર દબાણ ઉભું કરવામાં પણ કંઇ બાકી નહોતું રાખ્યું. ત્યારે મને શંકા છેકે ભાજપની આ પ્રેશર ટેક્નિકના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હોઇ શકે છે. જોકે મારે કે પાર્ટીના અન્ય નેતાઓને તેમની સાથે વાત નથી થઇ. વાત થશે એટલે અમને યોગ્ય કારણ જાણવા મળશે જે અમે ગુજરાતની જનતા સામે રજૂ કરીશું.
