મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ લાખના ચેનની ચિલઝડપ

મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ઓવરબ્રિજ પાસે મહિલા રીક્ષામાં બેસી જતા હતા ત્યારે બાઈકમાં આવેલ અજાણ્યો ઇસમ ચાલુ રીક્ષાએ મહિલાના ગળામાંથી 1.25 લાખનો સોનાનો ચેનની…

મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ઓવરબ્રિજ પાસે મહિલા રીક્ષામાં બેસી જતા હતા ત્યારે બાઈકમાં આવેલ અજાણ્યો ઇસમ ચાલુ રીક્ષાએ મહિલાના ગળામાંથી 1.25 લાખનો સોનાનો ચેનની ચીલઝડપ કરી નાસી ગયા હતાં.

વાંકાનેર તાલુકાના પલાસ ગામે રહેતા ધુનાબેન હકાભાઇ ગમારા (ઉ.વ.30) વાળાએ બાઈકમાં આવેલ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 04 ના રોજ બપોરે ફરિયાદી ધુનાબેન પિતાની સીએનજી રીક્ષા જીજે 36 ડબલ્યુ 7671 વાળીમાં જતા હતા અને મીતાણા ઓવરબ્રિજ પાસે પહોંચતા એક અજાણ્યા બાઈક ચાલક અજાણ્યો માણસ આવી ગળામાં પહેરેલ સોનાનો ચેન આશરે રૂૂ 1.25 લાખ વાળો બળજબરીથી ખેંચીને નાસી ગયો હતો મહિલાને સગામાં દીકરીના લગ્નમાં જવાનું હોવાથી ફરિયાદ મોડી નોંધાવી હોવાનું જણાવ્યું છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *