દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત માસે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની ટીમ દ્વારા કુંજ પક્ષીના શિકાર કરતા એક શખ્સને પકડી પાડયા બાદ પૂછપરછમાં અપાયેલ બે સાગરિતોના નામ આપતા ફોરેસ્ટ વિભાગની ટીમે દ્વારકા નજીકના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા બે શખ્સોને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.
જિલ્લામાં ગત માસે રેન્જ ફોરેસ્ટ ઓફીસની ટીમે કુંજ પક્ષીના શિકાર મામલમે એક શખ્સને પકડી પાડયા બાદ તેની પૂછપરછમાં બે શખ્સોના નામો ખૂલ્યા હતા. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફીસર મરીન નેશનલ પાર્ક એન.પી.બેલા તથા તથા સ્ટાફ દ્વારા દ્વારકા નજીકના રૂૂપેણ બંદરના છપરા બજાર વિસ્તારમાં રહેતા સીકંદર ભીખુ ઢોકી અને વીડીયાવાળી સોસાયટીમાં રહેતા આસીફ ઈસ્માઈલ રાડીયા નામના બે શખ્સોને દબોચી લીધા હતા અને બંને શખ્સોની પૂછપરછમાં કુંજ પક્ષીના શિકાર માટે ઉપયોગમાં લેવાતી પતંગ, જાળ, પતંગમાં બાંધવાની પૂછડી, દોરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બંને શખ્સોને જામનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
