સી.આઈ.ટી.યુ (CITU) સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા આગામી ગુજરાત બજેટમાં વેતન વધારાની માંગ સાથે આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રભરની આંગણવાડી વર્કર, આશા વર્કર અને ફેસિલેટર બહેનો રાજકોટના જ્યુબીલી ગાર્ડન ખાતે એકત્રિત થઈ હતી અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. વિવિદ માગોને લઇ કલેક્ટર રજુઆત કરી હતી.
યુનિયનની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની 1 લાખ આંગણવાડી વર્કરો અને આરોગ્ય વિભાગની 45,000 આશા વર્કરો લાંબા સમયથી લઘુત્તમ વેતન વગર કામ કરી રહી છે. આગામી ગુજરાત બજેટમાં આ બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે તેવી માંગણી છે. અંગત મોબાઈલથી ડિજિટલ કામગીરી કરાવવાને બદલે સરકાર દ્વારા સક્ષમ મોબાઈલ ફોન આપવામાં આવે. ધાક-ધમકી અને વધતા જતા કામના બોજને કારણે બહેનોની માનસિક સ્થિતિ કથળી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વર્ષ 2022માં અપાયેલા વચનો અને માર્ચ 2025માં મુખ્યમંત્રી સાથેની રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા રોષ વ્યક્ત કરાયો છે.આ રેલીની આગેવાની સીટુ ગુજરાતના મહામંત્રી અરૂૂણભાઇ મહેતા, સંગીતાબેન રાવલ, રંજનબેન સાંગાણી તેમજ આશા હેલ્થ વર્કર યુનિયનના આગેવાનો ચંદ્રિકાબેન ઉદાણી અને અલકાબેન ભટ્ટ લેશે. જ્યુબીલી ગાર્ડન ખાતે એકત્રિત થઈને બહેનો કલેક્ટર મારફત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને અન્ય કેબિનેટ મંત્રીઓને આવેદન પત્ર આપઠવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યના તમામ ધારાસભ્યોને પણ પત્રો લખીને બજેટમાં ફાળવણી કરવા રજૂઆત કરવામાં આવી આવી હતી.
