કોડીનારમાં પ્રેમ પ્રકરણમાં સગીરાની નિર્મમ હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદ

પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર પિતાને પણ 5 વર્ષની સખત કેદ; આરોપી પ્રેમિકાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાઈ કોડીનારના ચકચારી વિમાંશી ઠકરાર હત્યા કેસમાં…

પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર પિતાને પણ 5 વર્ષની સખત કેદ; આરોપી પ્રેમિકાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાઈ

કોડીનારના ચકચારી વિમાંશી ઠકરાર હત્યા કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ અતુલકુમાર આર. પટેલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી કશ્યપ વિજયભાઈ પુરોહિતને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર તેના પિતાને 5 વર્ષની કેદની સજા સંભળાવી છે.

ઘટનાની વિગત મુજબ વર્ષ 2018માં આરોપી કશ્યપ પુરોહિત સાથે પ્રેમ સંબંધ હોય તેવો બંને અવારનવાર મળતા હતા એ દરમિયાન કશ્યપને ધરતી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ થતા વીમાંશી અને કશ્યપ સાથે ઝઘડો થતો હતો જેથી ગત તારીખ 5-11-2018 ના રોજ રાત્રિના સમયે વીમાંશી એ કશ્યપને મળવા બોલાવેલો અને તેને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ તોડી નાખવા જણાવતા કશ્ય તેને ના પાડી હતી. બાદ ધરતી નામની યુવતી ત્યાં આવી જતા બોલાચાલી થતા ત્રણેય જણા મોટરસાયકલ માં બેસીને કોડીનારના બાયપાસ પાસે આવાવરુનું જગ્યાએ ગયેલા જ્યાં બોલાચાલી દરમિયાન કશ્યપે વીમાંશી ઉપર ઉપરા છાપરી છરી ના ઘા મારી તેની હત્યા કરી હતી અને ઘરે જતા તેના પિતાને હત્યાની વાત કરી હતી. આ ગુનામાં આરોપીના પિતા વિજયભાઈ પુરોહિતે લોહીવાળા કપડાં સળગાવવામાં અને ગુનામાં વપરાયેલ છરી તથા મોબાઈલનો નિકાલ કરવામાં મદદ કરી હોવાનું સાબિત થયું હતું.જેથી પોલીસે કશ્યપના પિતાની પણ ધરપકડ કરી હતી.

બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી અદાલતે આરોપી નં-1 કશ્યપ પુરોહિત ને આઈ.પી.સી કલમ 302 (હત્યા) હેઠળ આજીવન કેદ અને રૂૂા. 20,000નો દંડ. જ્યારે આરોપી નં-3 કશ્યપ ના પિતા વિજયભાઈ પુરોહિત ને આઈ.પી.સી કલમ 201 (પુરાવાનો નાશ) હેઠળ 5 વર્ષની સખત કેદ અને રૂૂા. 10,000નો દંડ.
તો આરોપી નં-2 ધરતીબેન ઉપાધ્યાય ને અદાલતે તેમને શંકાનો લાભ આપી તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે પી.પી. વકીલ એમ.કે. ગોહેલે ધારદાર દલીલો કરી હતી. 7 વર્ષ જૂના આ કેસમાં અંતે પીડિત પરિવારને ન્યાય મળતા સમગ્ર પંથકમાં ચુકાદાની ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *