પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા અને ગંદકી સબબ 132 વેપારીઓને રૂા.44350નો દંડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 30/01/2026 થી 31/01/2026 એમ કુલ 02 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 30/01/2026 થી 31/01/2026 એમ કુલ 02 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 30/01/2026 થી 31/01/2026 એમ કુલ 02 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 132 આસામીઓ પાસેથી રૂૂ 44350/નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પે્યા કટર/ સેનેટરી સબ ઇન્પેર્યાકટર દ્રારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *