સત્તાપક્ષને ગણકારતા જ નથી : જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી દ્વારે કરી ફરિયાદ : વિકાસકામો ખોરંભે પડયા
પોરબંદરમાં સત્તાપક્ષનું નથી માનતા અધિકારી? વિપક્ષની રજૂઆત પર તાત્કાલિક કાર્યવાહી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જેમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારીનો પત્ર વાયરલ થયો છે. મનપા કમિશનરની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવ્યા છે. તેમજ ચેતનાબેન તિવારીએ જણાવ્યું છે કે કમિશનરની કામગીરીમાં સંકલનનો સતત અભાવ છે. પ્રશ્નો અંગે માત્ર ’જોઈ લઈશું’ તેવો જવાબ મળતો હોવાનો દાવો કરાયો છે. વિકાસ, સુવિધા, વહીવટની અપેક્ષાઓ અપૂર્ણ હોવાની રજૂઆત છે. તથા ચેતનાબેને જણાવ્યું છે કે વિપક્ષની રજૂઆતમાં કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે છે.
શિક્ષાત્મક પ્રશાસનિક પગલાં ભરવાની પત્ર લખીને માગ કરી છે. તથા પોરબંદર જિલ્લા ભાજપને જોઈએ છે માત્ર કહ્યાગરા અધિકારીઓ !! જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી લેખિત રજુઆત કરતો પત્ર વાયરલ થયો છે.
તેમાં પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા મનપા કમિશનર વિરૂૂધ્ધ મુખ્યમંત્રીને લેખીત ફરીયાદ કરાઇ છે.
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું છે કે પોરબંદર મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ થયુ છતા જિલ્લા ભાજપને વિકાસ દેખાયો નથી.
મનપાને એક વર્ષ પૂર્ણ થયુ છતા નાગરીકોને જે વિકાસ, સુવિધા અને સુવ્યવસ્થિત વહીવટની અપેક્ષાઓ પૂર્ણ થતી હોવાનું સ્પષ્ટ પણે દેખાતુ નથી. મનપા કમિશનરની વર્તમાન કામગીરીમાં જરૂૂરી સંકલનનો ગંભીર અને સતત અભાવ જોવા મળી રહ્યો છે.
જ્યારે અમારા દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવે અથવા શહેરના કોઈપણ જનપ્રશ્ન અંગે ધ્યાન દોરવામાં આવે ત્યારે કમિશનર દ્વારા માત્ર જોઈ લઈશું એવો ઔપચારિક અને બિનજવાબદાર જવાબ આપવામાં આવે છે. પરંતુ ત્યારબાદ વાસ્તવિક રીતે કોઈ કાર્યવાહી થતી નથી.
પરિણામે પ્રશ્નો યથાવત રહે છે અને નાગરિકોમાં અસંતોષ સતત વધતો જાય છે. જ્યારે એ જ પ્રશ્નોને લઈને અન્ય રાજકીય પક્ષો દ્વારા વિરોધ, રજૂઆત અથવા દબાણ કરવામાં આવે છે ત્યારે કમિશનર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.
જરૂૂરી જણાય તો વહીવટમાં તાત્કાલિક સુધારાત્મક તથા શિક્ષાત્મક પ્રશાસનિક પગલાં લેવાય તેવી અમારી સ્પષ્ટ માંગ છે. તેમ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીએ જણાવ્યું છે.
