વિંછીયાના નાનામાત્રા ગામે છેડતી કરનાર યુવકની કાર નીચે કચડી નાખી હત્યા

વિંછીયા તાલુકાના નાના માત્રા ગામે માતાની છેડતી કરનાર યુવકની પુત્રએ કાર નીચે કચડી નાખી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનામાં મૃતકની માસુમ…

વિંછીયા તાલુકાના નાના માત્રા ગામે માતાની છેડતી કરનાર યુવકની પુત્રએ કાર નીચે કચડી નાખી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનામાં મૃતકની માસુમ પુત્રીને પણ ઈજા થઇ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ વિંછીયા તાલુકાના નાના માત્રા ગામે રહેતાં ગભાભાઈ ઉર્ફે ગભરૂૂભાઈ મેરામભાઈ ગરાભડીયા (ઉ.વ.40) પુત્રી કૈલાશ સાથે વાડીએથી દવા છાંટી પરત ફરી રહ્યા હતા ત્યારે તેજ ગામનાં ભગા મનસુખભાઈ ગભરાડીયા નામના શખ્સે તેની કાર પિતા-પુત્રીની માથે ચડાવી દઈ કચડી નાખી ગભાભાઈની હત્યા કરી નાખી હતી. જયારે તેની તેની પુત્રીને ઈજા પહોંચાડી હતી. ત્રણેક માસ પહેલાં હત્યાનો ભોગ બનનાર ગભાભાઇએ આરોપીની માતાનો હાથ પકડ્યાનો આક્ષેપ કર્યો હતો. જેનું મનદુ:ખ રાખી હત્યા કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છું. વિંછીયા પોલીસે આ મામલે મૃતકના પત્ની રમીલાબેન ઉર્ફે જસુબેન (ઉ.વ.35)ની ફરિયાદ પરથી ભગા ગરાભડીયા સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. રમીલાબેને પોલીસને જણાવ્યું કે, તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. જેમાં સૌથી નાની કૈલાશ છે. સવારે તેના પતિ ગભાભાઈ પુત્ર રોહિત અને પુત્રી કૈલાશ સાથે રણછોડભાઈ ગરાભડીયાની વાડીએ દવા છાંટવા માટે જવાનું હોવાથી બાઈક પર ગયા હતા. દસેક મીનીટ બાદ તેણે પતિ ગભાભાઈને ફોન કરતા ઉપડયો હતો ત્યારે ફોનમાં અવાજ આવતો હતો કે, ગાડી નીચે છે, બધા જલદી આવો’.

જેથી તે તેના જેઠના દિકરા દિપક સાથે બાઈક પર વાડીના કાચા રસ્તે જવા રવાના થયા હતા. જયાં જઈને જોતા એક કાર પડેલી હતી. જેની પાછળ તેની પુત્રી લોહીલુહાણ હાલતમાં પડેલી હતી. જયારે ગાડી નીચે, જોતા તેના પતિ ગાડી નીચે લોહીલુહાણ હાલતમાં હતા. આ સમયે તેનો પુત્ર સહિતના લોકો ત્યાં ઉભા હતા. ત્યારબાદ તમામે ગાડી ઉઠાવી ગભાભાઈને બહાર કાઢ્યા હતા. તેણે પુત્ર રોહિતને પૂછતા તેણે વાત કરી હતી કે, પપ્પા અને બહેન કૈલાશ દવા છાંટવા માટે મુકીને બાઈક પર જતા હતા ત્યારે આરોપી ભગાએ પાછળથી ઈરાદાપૂર્વક તેની કાર લઈ આવી બાઈક પર ચડાવી દીધી હતી.

તેણે જોતા આરોપી દરવાજો ખોલી ભાગી ગયો હતો. આ વાત સાંભળ્યા બાદ તે સહિતના પરિવારજનો તત્કાલ ગભાભાઈને વિંછીયા દવાખાને લઈ ગયા હતા. યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. જયારે તેની પુત્રી કૈલાશને બોટાદ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી ભગો અને તેની માતા ગભાભાઈની ઘરની બાજુમાં રહે છે. બે-ત્રણ માસ પહેલા આરોપીની માતાએ બધાને કહ્યું હતું કે, ગભાભાઈએ તેનો હાથ પકડયો છે. ત્યારે આરોપીએ ગભાભાઈને ગાળો આપી ‘તને તો આજે પતાવી દેવો છે’ તેમ ધમકી આપી હતી. પરંતુ કૌટુંબીક ભાઈઓએ બને પક્ષોનું સમાધાન કરાવ્યું હતું. ત્યાર બાદ આરોપી તેની માતા સાર્થે બહારગામ રહેવા જતો રહ્યો હતો.

ગઈકાલે તા.27ના આરોપી કાર લઈને આવ્યો હતો. તેના ઘરની બાજુમાં રાખી આરોપી ગભાભાઇની બહાર નિકળવાની રાહ જોતો હતો. આજે સવારે ગભાભાઈ બાઇક લઈને નિકળ્યા બાદ આરોપી પણ તેની કાર લઈને નિકળ્યો હતો. બાદમાં ગભાભાઈ પર કાર ચડાવી કચડી હત્યા કરી નાખી હતી. આ મામલે વિછીયા પોલીસ મથકનાં પીઆઈ આનંદ ડામોરે ગુનો દાખલ કરી આરોપી ભગા ગરાભડીયાને ઝડપી લઈ પુછતાછ શરૂૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *