માંડવી: તું આફ્રિકાથી અહીં કેમ આવ્યો કહી પિતરાઇનો યુવાનની હત્યાનો પ્રયાસ

દક્ષિણ આફ્રિકાના સીસલથી માંડવીમાં આવેલા યુવાન પર કૌટુંબીક કાકાના દીકરા અને તેના મામાએ ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.…

દક્ષિણ આફ્રિકાના સીસલથી માંડવીમાં આવેલા યુવાન પર કૌટુંબીક કાકાના દીકરા અને તેના મામાએ ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. આ બાબતે માંડવી પોલીસમાં વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદી માંડવીમાં કલવાણ રોડ વાડી વિસ્તારમાં રહેતા શિવજીભાઈ માવજીભાઈ ભુડિયાએ જણાવ્યું કે, 27 તારીખે સાંજે કૌટુંબિક કાકાના દીકરા નિમેશ નારણ ભુડિયાનો ફોન આવ્યો અને કહ્યું કે, દસ દાબેલી લઈને રૂૂકમાવતી નદી પાસે આવ અને બાયપાસ રોડ પર મારા મામા સુરેશ હિરાણી ઉભા છેતેમને પણ લઈને આવજે.જેથી ફરિયાદી દાબેલી પેક કરાવી નિમેષના મામાને લઈને ત્યાં ગયો અને દાબેલી, પાણીની બોટલ આપી નિમેષે કહ્યું કે, હવે તું જા અને સુરેશભાઈને પણ લેતો જા. ધોકો લઈને પાછળ બેસી ગયો.ચાલુ એકટીવામાં સુરેશભાઈએ યુવકનું ગળું દબાવ્યું અને એકટીવા ઊભી રાખતા નીચે ઉતારી સુરેશભાઈએ પકડી રાખ્યો અને નિમેશે જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં, બંને કાન તેમજ હાથના ભાગે આડેધડ ધોકાઓ માર્યા હતા જેના કારણે લોહી નીકળી આવ્યા હતા.

સુરેશભાઈએ પણ મોઢાના ભાગે બે થી ત્રણ ઘા માર્યા હતા. બંને જણા કહેતા હતા કે, આજે તો તને જીવતો મૂકવો નથી. ફરિયાદીએ પૂછ્યું કે, મને શું કામ મારો છો ત્યારે નિમેશે કહ્યું કે તું સિસલથી અહીં કેમ આવ્યો? તું અહીં આવ્યો એ મને જરાય ગમ્યું નથી તેમ કહીને આ હુમલો કરાયો હતો.અન્ય માણસો આવી જતા આ બંને જણા ભાગી ગયા હતા. પછી કે કે પટેલ હોસ્પિટલમાં સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો હતો. માંડવી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *