અજિત પવારની રૂા.124 કરોડની નેટવર્થ આલીશાન બંગલા, લકઝરી કારનો કાફલો

અજિત પવાર માત્ર રાજકીય રીતે શક્તિશાળી નહોતા, પરંતુ તેઓ મહારાષ્ટ્રના સૌથી ધનિક રાજનેતાઓ પૈકીના એક ગણાતા હતા. અજિત પવારના છેલ્લા એફિડેવિટ (સોગંદનામા) મુજબ, તેમની અને…

અજિત પવાર માત્ર રાજકીય રીતે શક્તિશાળી નહોતા, પરંતુ તેઓ મહારાષ્ટ્રના સૌથી ધનિક રાજનેતાઓ પૈકીના એક ગણાતા હતા. અજિત પવારના છેલ્લા એફિડેવિટ (સોગંદનામા) મુજબ, તેમની અને તેમના પરિવારની કુલ સંપત્તિ 124 કરોડ રૂૂપિયા થી વધુ આંકવામાં આવી હતી. આ મિલકતમાં રોકડ, બેંક બેલેન્સ, સોનું, મોંઘા વાહનો અને સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે.

નવાઈની વાત એ છે કે અજિત પવાર જેવા મોટા નેતા પાસે કોઈ લાઈફ ઈન્સ્યોરન્સ (કઈંઈ) પોલીસી નહોતી. જોકે, તેમનું બેંક બેલેન્સ કોઈપણ સામાન્ય વ્યક્તિને હેરાન કરી શકે તેવું છે. પવાર પરિવાર પાસે આશરે 14.12 લાખ રૂૂપિયા રોકડા અને વિવિધ બેંક ખાતાઓમાં 6.81 કરોડ રૂૂપિયાથી વધુ રકમ જમા છે. અજિત પવાર અને તેમના પત્ની સુનેત્રા પવાર બંનેના વ્યક્તિગત ખાતામાં અંદાજે 3-3 કરોડ રૂૂપિયાનું બેલેન્સ નોંધાયેલું છે. તેમણે શેર, બોન્ડ અને ડિબેન્ચરમાં 24 લાખ રૂૂપિયાનું રોકાણ કર્યું હતું, જ્યારે તેમના બાળકો અને પત્નીએ પણ લાખો રૂૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.

પવાર પરિવાર પાસે સોનાના દાગીનાનો પણ મોટો સંગ્રહ છે. તેમની પાસે આશરે 38 લાખ રૂૂપિયાની જ્વેલરી છે. તેમના પત્ની સુનેત્રા પાસે વધુ ઘરેણાં છે, જેની કિંમત અંદાજે 1.19 કરોડ રૂૂપિયા જેટલી થાય છે.
અજિત પવારની સાચી તાકાત તેમની અચલ સંપત્તિમાં જોવા મળે છે. ખેતીની જમીનથી લઈને કોમર્શિયલ બિલ્ડિંગ સુધી તેમનું સામ્રાજ્ય ફેલાયેલું છે: અજિત પવાર અને તેમના પત્નીના નામે 13.21 કરોડ રૂૂપિયાની ખેતીલાયક જમીન છે.

આ ઉપરાંત, 37 કરોડ રૂૂપિયાની બિન-ખેતીલાયક જમીન પણ તેમના નામે નોંધાયેલી છે. અજિત પવારના નામે 4 ઘર છે, જેની કિંમત આશરે 9 કરોડ રૂૂપિયા છે. સુનેત્રા પવારના નામે 22 કરોડ રૂૂપિયાથી વધુની કિંમતના 4 અન્ય ફ્લેટ અને મકાનો છે. પુણેમાં તેમની 11 કરોડ રૂૂપિયાની એક આલીશાન કોમર્શિયલ બિલ્ડિંગ પણ આવેલી છે.

અજિત પવાર સાદગી પસંદ હોવા છતાં, તેમની પાસે અત્યાધુનિક વાહનોનો કાફલો હતો. તેમના કાફલામાં ટોયોટા કેમરી અને હોન્ડા સીઆરવી જેવી લક્ઝરી કાર સામેલ હતી. ખેતી માટે તેમની પાસે આધુનિક ટ્રેક્ટર અને 3 ટ્રેલર પણ હતા. આ તમામ વાહનોની કુલ કિંમત 75 લાખ રૂૂપિયાની આસપાસ હતી. અજિત પવાર પર સોગંદનામાં મુજબ તેમના પર આશરે 21.39 કરોડ રૂૂપિયાનું દેવું હતું. જોકે, તેમની 124 કરોડની મિલકત સામે આ દેવું ખૂબ ઓછું ગણી શકાય.

અજિત પવારના નિધન સાથે બારામતીએ તેનો સૌથી પ્રભાવશાળી અને સમૃદ્ધ પુત્ર ગુમાવ્યો છે. ’દાદા’ ના નામે જાણીતા અજિત પવારે શૂન્યમાંથી જે આર્થિક અને રાજકીય સામ્રાજ્ય ઊભું કર્યું હતું, તે મહારાષ્ટ્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *