મહેસૂલ વિભાગમાં મોટી ઊથલપાથલ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની જિલ્લા ફેરબદલી

રાજકોટ જિલ્લા મહેસૂલ તંત્રને 14 નાયબ મામલતદારો અને 6 રેવન્યુ તલાટીઓની રાજકોટમાં નિમણૂક, જ્યારે 2 નાયબ મામલતદારની અન્યત્ર બદલી ગાંધીનગર સ્થિત મહેસૂલ વિભાગ દ્વારા આજે…

રાજકોટ જિલ્લા મહેસૂલ તંત્રને 14 નાયબ મામલતદારો અને 6 રેવન્યુ તલાટીઓની રાજકોટમાં નિમણૂક, જ્યારે 2 નાયબ મામલતદારની અન્યત્ર બદલી

ગાંધીનગર સ્થિત મહેસૂલ વિભાગ દ્વારા આજે મહત્વનો નિર્ણય લેતા વર્ગ-3 ના કર્મચારીઓની મોટાપાયે આંતરજિલ્લા ફેરબદલીના હુકમો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નાયબ મામલતદાર સંવર્ગના 145 અને મહેસૂલી તલાટી સંવર્ગના 207 કર્મચારીઓની સ્વ-વિનંતીના આધારે જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગના હુકમ અનુસાર, રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી હસ્તક ખાલી પડેલી જગ્યાઓ પર અન્ય જિલ્લાઓમાંથી 14 નાયબ મામલતદારોને અન્ય જિલ્લામાંથી રાજકોટ મુકવામાં આવ્યા છે, જ્યારે 2 નાયબ મામલતદારોની રાજકોટથી અન્યત્ર બદલી થઈ છે.

રાજકોટ ફાળવવામાં આવ્યા છે: 1. દીપકભાઈ વી. શ્રીગોર (દેવ. દ્વારકાથી) 2. જયના ધીરજલાલ સોરઠિયા (ગીર સોમનાથથી) 3. મહેશ જે. પરમાર (દેવ. દ્વારકાથી) 4. જીગ્નેશ એચ. સદરાણી (સુરેન્દ્રનગરથી) 5. પ્રતાપભાઈ એમ. ઉધરેજા (બોટાદથી) 6. મિલન દિનેશભાઈ નિમાવત (દેવ. દ્વારકાથી) 7. હર્ષા પી. નિર્મળ (જુનાગઢથી) 8. પંકજ બાળાભાઈ કોડીયાતર (ગીર સોમનાથથી) 9. મહેશ ભોળાભાઈ સાકરીયા (ગીર સોમનાથથી) 10. સી.એન. ખખ્ખર (જુનાગઢથી) 11. વાય.પી. ગૌસ્વામી (મોરબીથી) 12. કાજલ એન. લાખાણી (જુનાગઢથી) 13. માંકડા મુર્તુઝા સૈફુદીનભાઈ (જામનગરથી) 14. કૈઝર ઇનાયતમોહમ્મદ સિંધી (અમરેલીથી) જ્યારે રાજકોટથી બે નાયબ મામલેદારની બદલી કરવામાં આવી છે.1. અશ્વિન ધનાભાઈ ચાવડા (રાજકોટથી સુરેન્દ્રનગર) 2. સહદેવસિંહ બળવંતસિંહ ચાવડા (રાજકોટથી બોટાદ) રાજ્યભરમાં 207 તલાટીઓની બદલી થઈ છે, જેમાં રાજકોટ જિલ્લાને 6 નવા તલાટીઓ મળ્યા છે: 1. વૈભવ યુ. ઓઝા (તાપીથી) 2. રવિના કે. જાદવ (દાહોદથી) 3. હિરેન એસ. વાળા (તાપીથી) 4. વી.જે. કિયાડા (ડાંગથી) 5. હિતેશ કેસુરભાઈ ડેર (વલસાડથી) 6. ઝંખના રાજેન્દ્ર પટેલ (વડોદરાથી) બદલી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *