જામનગર મહાનગરપાલિકાની પંદર દિવસે મળતી બેઠક આઠ દિવસમાં જ મળી

જામનગરમાં ત્રીજુ સ્મશાન બનાવવા માટે 6 કરોડના ખર્ચને સૈધાંતિક મંજૂરી વર્તમાન સત્તાધારી પક્ષની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતી હોવાથી કરોડોના ખર્ચાઓને ધડાધડ અપાતી મંજૂરીઓ જામનગરમાં…

જામનગરમાં ત્રીજુ સ્મશાન બનાવવા માટે 6 કરોડના ખર્ચને સૈધાંતિક મંજૂરી

વર્તમાન સત્તાધારી પક્ષની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતી હોવાથી કરોડોના ખર્ચાઓને ધડાધડ અપાતી મંજૂરીઓ

જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સાત – આઠ વર્ષ થી બજેટ માં જોગવાઈઓ કરવામાં આવી રહી છે પરંતુ સ્મશાન નું મહુરત મળતું નથી, દરમ્યાન આજ ની બેઠક માં રૂૂ. 6 કરોડ ના ખર્ચે ચેલા ગામ ના સર્વે નંબર વાળી જગ્યા માં સ્મશાન બનાવવા નો સૈધાંતિક સ્વીકાર કરાયો હતો. આ માટે જિલ્લા કલેકટર દ્વારા જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે .

જામમનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિન કમિટી ની બેઠક આજે તા. 27-01-2026 ના રોજ નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં. 4 માં નવાગામ મધુરમ રેસીડેન્સી ના છેડે નદી કાંઠા વાળા રોડ માં સી.સી. રોડ બનાવવા માટે રૂૂા. 26.83 લાખ , કેબલ ટી. વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા સાઉથ ઝોન વોર્ડ નં. 8, 15 અને 16 માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચ માં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામે વધારાના કામ અંગે રૂૂા. 26.57 લાખ , વોર્ડ નં. 11, લાલવાડી વિસ્તાર જૈન દેરાસરવાળા 15 મી. પહોળાઈ માં આઈસીઆઈસીઆઈ. બેંક થી મહાપ્રભુજી બેઠક તરફ જતા રોડ સુધી સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂૂા. 51.36 લાખ , વિધોતેજક મંડળ ને ગ્રાન્ટ ફાળવવા માટે રૂૂા. 8 લાખ , જામનગર – લાલપુર રોડ પર ચેલા ગામ ના સર્વે નં. 724 વાળી જગ્યા માં હિંદુ સ્મશાન બનાવવા ના પ્રોજેકટ ને સૈધ્ધાંતિક મંજુરી આપવા અંગે કમિશ્નર ની વધુ એક વખત દરખાસ્ત રજુ થતા રૂૂા. 6 કરોડ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. જામનગર શહેરમાં સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ, નંદ નિકેતન સ્કુલ થઈ બેડી બંદર જંકશન સુધીના રીંગ રોડને ગ્રીન રીંગ રોડ મુજબ ડેવલોપ કરવા તથા આસ્ફાલ્ટ કાર્પેટ કરવાના કામ અંગે રૂૂા. 20.76 કરોડ , જામનગર મહાનગરપાલિકાના ભાગ નં. 1,2,4 (પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ) તથા ભાગ નં. 3 (ઓમ સ્વચ્છતા કોર્પોરેશન) માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી, ઓપન પોઇન્ટ ગાર્બેજ કલેકશન, બીન્સ, કલેકશન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવાના કામ (એક્સટેન્શન) અંગે રૂૂા. 1.62 કરોડ ના ખર્ચે ને બહાલી આપવામાં આવી હતી.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ટવીન બીન્સ (નંગ-500) ખરીદવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. લીકવીડ કલોરીન ટર્નર ની ખરીદી અંગે રૂા. 2.86 લાખ , નો ખર્ચ મંજૂર કરાયો હતો. ગુજરાત હાઇકોર્ટ ના હુકમ અન્વયે કિરીટ શિવાભાઈ પટેલ (હાલે નિવૃત) ને કમિટી રૂૂબરૂૂ સાંભળવામાં આવ્યા હતા. આમ આજ ની બેઠક માં કુલ રૂા. 29 કરોડ 54 લાખ ના કુલ ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *