રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે કરાયું રિહર્સલ

ધ્વજવંદન, પરેડથી લઈને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ: ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના રાજકોટ શહેર-જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા…

ધ્વજવંદન, પરેડથી લઈને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ: ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના

રાજકોટ શહેર-જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ શહેરકક્ષાના પ્રજાસત્તાક પર્વની ચૌધરી હાઈસ્કૂલ ખાતે થનારી ઉજવણી પૂર્વે આજે સવારે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.સવારે 9 કલાકે રિહર્સલનો પ્રારંભ થયો હતો. સૌથી પહેલા ધ્વજવંદન-રાષ્ટ્રગાન થયું. બાદમાં અધિકારીશ્રી દ્વારા પરેડ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. એ પછી પોલીસ, હોમગાર્ડ્સ તથા એન.સી.સી.ની ગર્લ્સ બટાલિયનની પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આ તકે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગ તેમજ સાંસ્કૃતિક નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

સમગ્ર રિહર્સલના ઝીણવટપૂર્વક નિરિક્ષણ બાદ પશ્ચિમ મામલતદાર એ.એમ. જોશી, દક્ષિણ મામલતદાર આર.કે. સરવૈયા, પૂર્વ મામલતદાર એન. પી. અજમેરા સહિતના અધિકારીઓએ પ્રજાસત્તાકની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિવિધ વિભાગો-ટીમને જરૂૂરી સૂચનાઓ આપી હતી.
ચૌધરી હાઈસ્કૂલના પ્રાંગણમાં 26મીએ શહેરકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારની અધ્યક્ષતામાં કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *