ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ઇફકોના માધ્યમથી દેશભરના ખેડૂતો સાથે સંકળાયેલા ખાતરોની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા, ખર્ચ અને વ્યવહારુ સમસ્યાઓ મંત્રીના ધ્યાનમાં લાવવામાં આવી! આ મુદ્દાઓ પર વિગતવાર સકારાત્મક ચર્ચા થઈ અને ઉકેલલક્ષી અભિગમ સાથે ઝડપી કાર્યવાહી કરવાનો વિશ્વાસ આપવામાં આવ્યો.
મુલાકાત દરમિયાન ખેડૂત હિતોને સર્વોપરી રાખતાં જે. પી. નડ્ડાજીએ ખાતર ક્ષેત્ર સાથે સંકળાયેલા મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણયો લઈને સંબંધિત વિભાગોને સ્પષ્ટ અને અસરકારક સૂચનાઓ આપીમ આ નિર્ણય કેન્દ્ર સરકારની ખેડૂત-સમર્પિત નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “ખેડૂત પ્રથમ સંકલ્પનું સશક્ત ઉદાહરણ છે તેમ મુલાકાતના અંતે દિલીપ સંઘાણીએ જણાવ્યું.
ખેડૂત કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા જે. પી. નડ્ડની સંવેદનશીલતા, તત્પરતા અને નિર્ણાયક નેતૃત્વ પ્રશંસનીય છેમ ભારતીય સહકારિતા આંદોલનની તરફથી ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીજીએ ખેડૂતોના હિતમાં સતત સહયોગ. સ્પષ્ટ દિશા અને સકારાત્મક પહેલ માટે મંત્રી જે. પી. નડ્ડાજીનો હાર્દિક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કર્યો. બેઠકમાં ઇફકોના એમડી કે.જે. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
