કારખાનેદાર યુવાનનો ડિપ્રેશનના લીધે ગળાફાંસો ખાઇ આપઘાત

  શહેરના કોઠારિયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા કારખાનેદાર યુવાને ડિપ્રેશનમાં આવી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. યુવાનના…

 

શહેરના કોઠારિયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા કારખાનેદાર યુવાને ડિપ્રેશનમાં આવી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. યુવાનના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા ઘેરો શોક છવાઇ જવા પામ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં બ્લોક નંબર બી/203માં રહેતા કલ્પેશભાઇ નિર્મલભાઇ વડેસા (ઉ.વ.48)નામના મિસ્ત્રી યુવાને આજે સવારે પોતાના ઘરે ઉપરના માળે લાકડાની આડીમાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોને જાણ થતા કલ્પેશભાઇને નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં તેમનુ ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક કલ્પેશભાઇ બે બહેનના એકના એક મોટાભાઇ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે તેઓ સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલા પટેલનગરમાં કલ્પેશ ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનુ ચલાવતા હતા. વધુ તપાસમાં ડિપ્રેશનના કારણે તેમણે આ પગલુ ભરી લીધાનુ ખુલવા પામ્યુ છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *