શ્રીમંતોના વધતા રાજકીય વર્ચસ્વ વચ્ચે ભારતની અનામત નીતિની વાહવાહી

આજથી તા.23 જાન્યુઆરી સુધી સ્વીટ્ઝરલેન્ડના દાવોસમાં આર્થિક નિષ્ણાંતો દ્વારા ભારે બૌદ્ધિક કસરતો ગુજરાત સહિત દસ રાજ્યોનો વિરાટ પેવેલિયનમાં વૈશ્ર્વિક દબદબો ઓક્સફ્રેમ દ્વારા આજે વર્લ્ડ ઈકોનોમિક…

આજથી તા.23 જાન્યુઆરી સુધી સ્વીટ્ઝરલેન્ડના દાવોસમાં આર્થિક નિષ્ણાંતો દ્વારા ભારે બૌદ્ધિક કસરતો

ગુજરાત સહિત દસ રાજ્યોનો વિરાટ પેવેલિયનમાં વૈશ્ર્વિક દબદબો

ઓક્સફ્રેમ દ્વારા આજે વર્લ્ડ ઈકોનોમિક ઓફોરમના પહેલા દિવસે એના આરંભ પહેલા જાહેર કરાયેલા સંપત્તિની અસમાનતા અંગેના અહેવાલમાં ભારતની પ્રશંસા કરવામા આવી છે. અને કહેવામાં આવ્યું છે કે, લોકશાહી દેશમાં શક્તિના વિકેન્દ્રીકરણ માટેનો આ શ્રેષ્ઠ રાજમાર્ગ છે.

વૈશ્ર્વિક સ્તર પર રાજકારણમાં અબજપતિઓના વધતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં દાઓસમાં બરફથી ઢંકાયેલી શેરીઓમાં વિશ્ર્વ આર્થિક મંચના પહેલે જ દિવસે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવેની આ અતુઆધુનિક દુનિયામાં સામાન્ય માણસનો જાહેર જીવનનના રાજકારણમાં કોઈ ક્લાસ નથી એવા ઘટનાક્રમો હવે વિશ્ર્વ શ્રિતિજે આકાર લેવા લાગ્યા છે. દુનિયાના ધનકુબેરો હવે એ વાત જાણી ગયા છે કે, રાજસત્તા પરના કાબુ વિના તેઓની સંપત્તિ સલામત નથી.

તા. 19થી 23 જાન્યુઆરી સુધી યોજાઈ રહેલા વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાં આ વખતે ભારતનો દબદબો છાનો રહે એમ નથી કારણ કે, એક સાથે ગુજરાત સહિત દસ ભારતીય રાજ્યો અહીં ભાગ લઈ રહ્યા છે. આ એક પ્રકારે ભારતનો પાવર-શો બની જશે. દસ હજાર સ્ક્વેરફૂટમાં ભારતના પેવેલિયનનો વિસ્તાર છે.
અહીં 3000થી વધુ રાજનેતાઓ 0થી વધુ વિદેશ પ3ધાનો, 1700થી વધુ નિષ્ણાંતો અને કંપનીઓના સીઈઓ, 60થી વધુ નાણાપ્રધાનો ભાગ લઈ રહ્યા છે.

આ વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાં દુનિયાભરના મહાન અર્થશાસ્ત્રીઓ સતત ડખે ચડેલી અને વિવિધ યુદ્ધના વાદળોથી ત્રસ્ત દુનિયાના પ્રજાજીવનના ઉદ્દાર માટેની નવી સંભવિત આર્થિક નીતિઓ પર ચર્ચા કરશે. અને વિશ્ર્વના તમામ દેશોને પોતપોતાના આર્થિક અંધકારમાં નવા ઉજાસના કિરણો પહોંચાડશે.

ઓક્સફેમના આ વખતના અહેવાલમાં ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે કે, અમીરો અને ગરીબો વચ્ચેની ખાઉ વધુ ઉંડી થતી જાય છે. જેમાં હજુ કોઈ ઘટ આવી નથી. દુનિયાના એક ટકા ધનકુબેર લોકોએ માત્ર દસ દિવસમાં વાર્ષિક કાર્બન બજેટ ખતમ કરી નાંખ્યું છે. જેનાથી પર્યાવરણીય સંકટ વધી જવાનું છે. એલન મસ્ક જેવા ધનાઢ્ય લોકો એક વરસમાં જેટલુ કાર્બનનું ઉત્સર્જન કરે છે એટલુ ઉત્સર્જન કરતા સરેરાશ એક ભારતીય નાગરિકને 2750 વરસ લાગે જે ધનાઢ્યોની પર્યાવરણ વિરોધી જીવન શૈલી અને ઉદ્યોગશૈલી બતાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *