ઓલ ઈન્ડિયા એથ્લેટિક્સ મીટ લાંબી કૂદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિદ્ધિ

ચોથો ક્રમાંક મેળવવાની સાથે સાથે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પણ ક્વોલિફાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં એથ્લેટિક્સ રમતમાં ભાઈઓની લાંબી કૂદ સ્પર્ધામાં એક નવી અને ગૌરવસભર સિદ્ધિ…

ચોથો ક્રમાંક મેળવવાની સાથે સાથે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પણ ક્વોલિફાય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં એથ્લેટિક્સ રમતમાં ભાઈઓની લાંબી કૂદ સ્પર્ધામાં એક નવી અને ગૌરવસભર સિદ્ધિ નોંધાઈ છે. એ.આઈ.યુ. ઓલ ઇન્ડિયા એટલેટિક્સ મીટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી કડછા દિનેશ, શ્રીમતી જે.જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી,એ ભાઈઓની લાંબી કૂદ સ્પર્ધામાં ચોથો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ પહેલા ક્યારેય પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈ ખેલાડીએ લાંબી કૂદ સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા સ્તરે ક્વોલિફાઇડ થવાનો ઇતિહાસ રચ્યો નહોતો.

આ ઉપરાંત, આ ઓલ ઇન્ડિયા સ્પર્ધાના પરિણામના આધારે શ્રેષ્ઠ ખેલાડીઓનું પસંદગી પ્રક્રિયા હેઠળ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ માટે ક્વોલિફિકેશન થતું હોય છે, જેમાં કડછા દિનેશે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ માટે પણ ક્વોલિફાઇડ થઈને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કુલપતિ પ્રો. (ડો.) ઉત્પલ જોશીએ રજિસ્ટ્રાર તથા ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા અને સમગ્ર શારીરિક શિક્ષણ અધ્યાપક પરિવારે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ખેલાડીને તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *