જામનગર જિલ્લામાં ટેકા ના ભાવ થી ખરીદ કરેલ મગફળી નું પેમેન્ટ ખેડૂતો ને ચૂકવી આપવા કૃષિમંત્રી સમક્ષ જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં જામનગર જિલ્લામાં વિવિધ મંડળી ઘ્વારા ટેકા ના ભાવે મગફળી ની ખરીદી કરવામાં આવે છે. પરંતુ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોને મગફળીની ખરીદી કર્યા ના એક મહિના થી વધારે સમય થવા છતા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા નથી. વધુ માં હાલમાં જામજોધપુર તાલુકામાં જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તે મગફળી કયા ગોડાઉનમાં નાખવી તે નકકી થયેલ ના હોવાથી ખરીદી કેન્દ્ર ઉપર સ્ટોક જમા થયેલ છે. આ મગફળી જયા સુધી ગોડાઉનમાં પહોંચે નહી ત્યા સુધી ખેડૂતોને પેમેન્ટ થાય નહીં.આથી જામનગર જિલ્લા માં બેંક લીંક કરવા ના ખાતા તથા ગોડાઉન ની સમસ્યાના કારણે હાલમાં લગભગ 31123 ખેડૂતોને પેમેન્ટ ચુકવણું બાકી છે. આથી સત્વરે લગત વિભાગ ને જરૂૂરી સુચના આપવા જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ મેયબેન ગલાભાઈ ગરસર દ્વારા રાજ્ય ના કૃષિમંત્રી સમક્ષ રજૂઆત સાથે માંગણી કરવા માં આવી છે.
