જસદણ નજીક જંગવડમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, વેપારી સહિત 9 પકડાયા

68 હજારની રોકડ સહિત 7 લાખનો મુદ્દામાલ કબજે, દરોડામાં બે શખ્સો ફરાર જસદણ નજીક આટકોટ પોલીસ સ્ટેશનના જંગવડ ગામની સીમ વિસ્તાર ફાર્મહાઉસમાં ચાલતી જુગારક્લબ ઉપર…

68 હજારની રોકડ સહિત 7 લાખનો મુદ્દામાલ કબજે, દરોડામાં બે શખ્સો ફરાર

જસદણ નજીક આટકોટ પોલીસ સ્ટેશનના જંગવડ ગામની સીમ વિસ્તાર ફાર્મહાઉસમાં ચાલતી જુગારક્લબ ઉપર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા વેપારી સહીત 9 શખ્સોની ધરપકડ કરી હતી. આ દરોડામાં બે શખ્સો ફરાર થઇ ગયા હતા. દરોડામાં પોલીસે રોકડ સહીત રૂૂ. 7,04,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર સાહેબ સાથે જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરવા સુચના કરતા એલ.સી.બી શાખાના પી.આઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીની ટીમે બાતમીને આધારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ જંગવડ ગામની જસદણ તરફ જવાના જુના રસ્તે આવેલ સીમમાં નિખીલ મનુભાઇ કુવાડીયાના ફાર્મહાઉસમાં દરોડો પાડી જુગાર રમતા જંગવડના અમીતભાઇ દિનેશભાઇ જળુ, મોટા દડવાનાં પ્રભાતભાઈ રામભાઈ ડાંગર, કિશોરભાઈ સામતભાઈ મકવાણા,વનરાજ રાયધનભાઈ ડાંગર, ચંદુભાઈ ગોવિંદભાઇ ભુવા , સામતભાઇ જીવાભાઇ હુંબલ ઉ.વ.59 , બાબુભાઇ રાઘવભાઈ રૂૂપારેલિયા , નરેશભાઈ બાબુભાઈ વીસાવડીયા , સંજયભાઇ દેવાયતભાઇ બોરીયાની ધરપકડ કરી હતી. જયારે વીજયભાઇ વીઠ્ઠલભાઇ પટેલ અને વાડી માલીક નિખીલ મનુભાઇ કુવાડીયા ફરાર થઇ ગયા હતા. એલસીબીએ રોકડા રૂૂ. 68,000 સહીત રૂૂ.7,04,500 નો મુદામાલ કબજે કર્યો હતો.

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા ઇન્દ્રસિંહ જાડેજા તથા જયવિરસિહ રાણા તથા અનિલભાઇ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા મનોજભાઇ બાયલ તથા ધર્મેશભાઇ બાવળીયા તથા વાઘાભાઇ આલ તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા તથા મેહુલભાઇ સોનરાજએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *