શહેરમાં 1304 બાંધકામો ફાયર NOC વિહોણા, ટૂંક સમયમાં પડશે હથોડા

રહેણાંકમાંથી કોમર્સિયલ કરી ઇમ્પેક્ટ ફીનો લાભ લેવા જતા ફસાયા ફાયરના નિયમો મુજબનું બાંધકામ ન હોવાથી સેંકડો અરજીઓ નામંજૂર કરી નોટિસ ફટકારાઇ રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત…

રહેણાંકમાંથી કોમર્સિયલ કરી ઇમ્પેક્ટ ફીનો લાભ લેવા જતા ફસાયા

ફાયરના નિયમો મુજબનું બાંધકામ ન હોવાથી સેંકડો અરજીઓ નામંજૂર કરી નોટિસ ફટકારાઇ

રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામો કાયદેસર કરવા માટે નિયમ હેઠળ ઇમ્પેકટ ફી કાયદો અમલમાં મૂકયો છે. જે અંતર્ગત વધારાના બાંધકામ કરનાર આસામીઓ પૈકી ફાયર એનઓસીમાં આવત હોય તેવા એકમોએ ઇમ્પેકટ ફીનો લાભ લઇ ફાયર એનઓસી માટે અરજી મૂકી હતી. પરંતુ ઇમ્પેકટ ફીમાં નિયમ મુજબ થયેલા વધારાના નવા બાંધકામો ફાયર એનઓસીના નિયમોમાં ફીટ ન બેસતા અનેક આસામીઓ હવે ફાયર ઓનઓસી મેળવવા માટે ઇમ્પેકટ ફીનો લાભ લીધો હતો. પરંતુ ફાયર એનઓસી માટે જરૂરી બાંધકામ ન હોય 1300થી વધુ બાંધકામોને ફાયર એનઓસી મળે શકે તેમ નથી. આથી આ પ્રકારના વધારાના બાંધબકામો તોડી પાડવા માટે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામોને નિયત કરવા માટે ઇમ્પેકટ ફી કાયદો અમલમાં મૂકી પૈસા રળવાનું શરૂૂ કર્યુ હતું. જેના લીધે કોમર્શિયલ બાંધકામોમાં આંધાધૂંધી સર્જાઇ હોવાનું જાણવા મળેલ છે. રહેણાંકના એકમો માટે ઇમ્પેકટ ફી કાયદો ફાયદા રૂૂપ નિવડ્યો છે. પરંતુ કોમર્શિયલ બાંધકામોની પછેળી દબાણી હોય તેમ ઇમ્પેકટ ફીનો લાભ લઇ વધારાનું બાંધકામ કર્યા બાદ ફાયર એનઓસી માટે અરજી કરવામા આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ દરમિયાન મોટાભાગના એકમોમા કરેલા વધારાના બાંધકામો ફાયર એનઓસીના નિયમોને અનુરૂૂપ ન હોવાથી ફાયર એનઓસી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ગેમઝોન દુર્ઘટના બાદ સરકાર દ્વારા ફાયર સેફટીના નવા નિયમો અમલમાં મૂકયા છે. તે સમયે ફાયર એનઓસી વિહોણા અનેક એકમો સીલ કરવામાં આવ્યા હતા.

અને હવે ઇમ્પેકટ ફી હેઠળ થયેલા વધારાના બાંધકામો પૈકી અનેક બાંધકામોમા એકઝીટ ગેઇટ તેમજ ડબલ સીડી અને આગળ પાછળ મૂકવામાં આવતી જગ્યાઓ તેમજ બાંધકામોના ઇસ્યુ ઉભા થયા છે. જેના કારણે આ પ્રકારના બાંધકામોને ફાયર એનઓસી મળવા પાત્ર નથી. ફાયર વિભાગના સત્તાવાર આંકડા મુજબ ઇમ્પેકટ ફીનો લાભ લેનાર અને વધારાનું બાંધકામ મંજૂરી વગર કરી નાખ્યુ હોય તેવા હાલના 1300થી વધુ આસામીઓએ ફાયર એનઓસી માટે અરજી કરેલ જે સ્થળ તપાસ દરમિયાન ફાયર વિભાગે ના મંજૂર કરી વધારાના બાંધકામો દૂર કરવાની સુચના આપી છે. છતાં આ પ્રકારના બાંધકામો દુર નહી થાયતો ટૂંક સમયમાં ડિમોલીશેન સહિતની કાર્યવાહી હાથ ધરાવમાં આવશે.

વોર્ડ વાઇઝ ફાયર એનઓસી માટે થયેલ અરજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *