જનતાના આશીર્વાદથી સપનાનું મોરબી બનાવીશું: ઈટાલીયા

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકાની ચુંટણીનું રણશીન્ગું ફૂંકી દેવામાં આવ્યું છે ચુંટણી હજુ તો જાહેર થઇ નથી પરંતુ મહાનગરપાલિકા ચુંટણી પુરા જોશથી લડી લેવાના…

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકાની ચુંટણીનું રણશીન્ગું ફૂંકી દેવામાં આવ્યું છે ચુંટણી હજુ તો જાહેર થઇ નથી પરંતુ મહાનગરપાલિકા ચુંટણી પુરા જોશથી લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે આમ આદમી પાર્ટી મેદાને ઉતરે તેવી શક્યતાઓ છે અને ચુંટણી પૂર્વે મોરબીમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ મોરબીમાં સભા ગજવી હતી જેમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા.

મોરબીના બાપા સીતારામ ચોકમાં રવિવારે રાત્રે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા સહિતના અગ્રણીઓએ સભાને સંબોધન કરતા ભાજપના ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા જે સભામાં એક કાર્યકરને સ્ટેજ પર રજૂઆત કરવા જવા ના દેવામાં આવતા હોબાળો થયો હતો હોબાળાને પગલે પોલીસ દોડી ગઈ હતી અને કાર્યકરોને ગાડીમાં બેસાડી ડીટેઈન કરી લઇ જવામાં આવ્યા હતા.

સભા અંગે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અહી મોટાભાગે ભ્રસ્તાચારી ભાજપની સભાઓ થતી હોય છે આજે ઈમાનદાર પાર્ટીની સભા થઇ જેમાં શહેરીજનો અને આસપાસના ગ્રામજનો આટલી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને મોરબીથી વિસાવદર વાળી થશે તે નક્કી છે અગાઉ લોકો પાસે વિકલ્પ ના હતો હવે વિકલ્પ આવી ગયો છે જેથી મોરબી જ નહિ સમગ્ર ગુજરાત ચુંટણીની રાહ જોવે છે વિસાવદરના ખેડૂતોએ જનતાને નવી રાહ દેખાડી છે મોરબી મહાનગરપાલિકા ચુંટણીમાં જનતાના આશીર્વાદ મળશે તો સપનાનું મોરબી શહેર બનાવીશું જોકે મોરબી અંગે વિઝન શું રહેશે તેવા સવાલના જવાબમાં તે ચુંટણી મેનીફેસ્ટોમાં જાહેર કરશું અત્યારે જાહેર કરશું તો અન્ય પક્ષો ચોરી કરી લેશે તેમ જણાવ્યું હતું.

વધુમા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી એ જણાવ્યુ હતુ કે મોરબી ના સિરામિક ઉદ્યોગ ને લીધે મોરબી નુ નામ વિશ્વ ફલક પર છેને સરકાર ને સૌથી વધુ કરોડો નો ટેક્ષ મોરબી ભરે છે છતા આજે મોરબી ને રસ્તાઓ. ગટર લાઈટ જેવી પ્રાથમીક સુવિધાઓ નથી મળતી બોલો . જો અમને મોરબી મહાનગરપાલીકાનુ શાસન આપો શહેરની શકલ બદલી નાખશુ હવે મોરબી વારા તમે ચુંટણી મા એવુ કરી બતાવો. ગુજરાત લોકો એમ કહે હવે વિસાવદર વારી નહી મોરબી વારી કરી બતાવશુ. અંતમા સભામા ભારે જનમેદની ઉમટી પડતા મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા એ બાપા સીતારામ ચોકમા જાહેર રોડ પર ખુરશી મુકાવી લોકોને બેસવાની વ્યવસ્થા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *