મોરબીમાં વેરો ન ભરનાર 4 મિલકત સિલ કરતું તંત્ર

મનપાએ 19 આસામીઓને ફટકારી નોટિસ મોરબી મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-16 અંતર્ગત વિવિધ પ્રકારના ટેક્સના બાકી ઉઘરાણાની બાકીદારો પાસેથી વસુલાત કરવામાં આવી રહી…

મનપાએ 19 આસામીઓને ફટકારી નોટિસ

મોરબી મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-16 અંતર્ગત વિવિધ પ્રકારના ટેક્સના બાકી ઉઘરાણાની બાકીદારો પાસેથી વસુલાત કરવામાં આવી રહી છે અને વેરો ભરપાઈ નહિ કરનાર આસામીઓને તા. 03 જાન્યુઆરીના રોજ વોરંટ બજવણી કરવામાં આવી હતી અને મુદત પૂર્ણ થતા આજે ચાર મિલકતો સીલ કરવામાં આવી છે.

કુલ 19 જેટલા મિલકત ધારકોને વોરંટ બજવણી કરવામાં આવી હતી જેમાં 15 આસામીઓએ બાકી વેરો સ્થળ પર ભરી આપ્યો હતો અને ચાર આસામીઓએ વેરો ભરપાઈ નહિ કરતા મિલકતને સીલ કરવામાં આવી હતી મિલકત વેરા શાખા દ્વારા આસામીઓને વોરંટ અને સીલીંગની કામગીરી આગામી સમયમાં યથાવત રહેશે જેથી બાકીદારોને વેરા તુરંત ભરી જવા જણાવ્યું છે. (તસવીર : સંદિપ ઓરિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *