રાજકોટ-કાલાવડને જોડતા નિકાવા પુલના બંધ કામ મુદ્દે વિરોધ પક્ષના ઉગ્ર અવાજ સામે તંત્ર દોડતું થયું

વડાપ્રધાન રાજકોટમાં હોવાથી રસ્તા રોકો આંદોલન પહેલા જ કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કાલાવડ તાલુકાના નિકાવા ગામે રાજકોટકાલાવડ રોડને જોડતા મહત્વના પુલનું કામ છેલ્લા દોઢ વર્ષ થી…

વડાપ્રધાન રાજકોટમાં હોવાથી રસ્તા રોકો આંદોલન પહેલા જ કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત

કાલાવડ તાલુકાના નિકાવા ગામે રાજકોટકાલાવડ રોડને જોડતા મહત્વના પુલનું કામ છેલ્લા દોઢ વર્ષ થી બંધ હાલતમાં હોવાની બાબત સામે આવતાં જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.પી. મારવિયા દ્વારા તંત્ર સામે કડક રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રામજનોની રોજિંદી અવરજવર, વેપાર-ધંધા તેમજ શાળાના વિદ્યાર્થીઓને પડતી ગંભીર મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી જે.પી મારવિયાએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કામ ફરી શરૂૂ ન થાય તો રસ્તા રોકો આંદોલન કરવાની અલ્ટીમેટ પણ તેમણે જાહેર કરી હતી.

ગઇ કાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા હતા, તે દરમિયાન કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ પરિસ્થિતિમાં વિરોધ પક્ષના નેતા જે.પી.મારવિયા તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા,જિલ્લા પંચાયત સદસ્ય જે.ટી.પટેલ,કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ વસોયા, શહેર કોંગ્રેસ પ્રમુખ યોગેશભાઈ મકવાણા, નગરપાલિકા સદસ્ય પરેશભાઈ હિરપરા,સોહિલભાઈ નકાણી સહિત ના ની પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવી હતી.અટકાયતને પગલે સ્થાનિક રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી હતી.

પોલીસ કાર્યવાહી બાદ તંત્રની દોડધામ શરૂૂ થઈ હતી અને લાંબા સમયથી બંધ પડેલું પુલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ફરી શરૂૂ કરવામાં આવ્યું હતું. કામ શરૂૂ થતાં નિકાવા ગામ સહિત આસપાસના વિસ્તારોના લોકોએ આ મુદ્દે આંશિક સંતોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો સમયસર કામ શરૂૂ કરવામાં આવ્યું હોત તો આંદોલનની પરિસ્થિતિ ઊભી થાતી જ ન હોત.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા રસ્તા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની ટીમો તૈનાત રાખવામાં આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસકામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે લોકપ્રતિનિધિઓ દ્વારા અવાજ ઉઠાવવો જરૂૂરી છે. વિરોધ પક્ષના નેતા જે.પી. મારવિયાએ જણાવ્યું હતું કે, આ આંદોલન કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પરંતુ જનહિતમાં કરવામાં આવ્યું હતું.

નિકાવા પુલનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને લોકોને કાયમી રાહત મળે તે જ તેમની મુખ્ય માંગ છે. તેમણે તંત્રને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ફરી કામમાં ઢીલાશ દાખવવામાં આવશે તો લોકશક્તિ સાથે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર વિકાસકામોની દેખરેખ અને જવાબદારી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે, ત્યારે હવે સૌની નજર પુલના કામની ગતિ અને તેની સમયમર્યાદા પર ટકેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *