કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં હોટલ રૂમની તંગી

જમીનના ઉંચા ભાવ, બાંધકામનો વધતો ખર્ચ અને સરકારની પોલીસી પણ જવાબદાર 60,000 વધારાના રૂમની જરૂર પડશે, છેલ્લા દાયકામાં 10થી પણ ઓછી નવી હોટલો બની ગુજરાતની…

જમીનના ઉંચા ભાવ, બાંધકામનો વધતો ખર્ચ અને સરકારની પોલીસી પણ જવાબદાર

60,000 વધારાના રૂમની જરૂર પડશે, છેલ્લા દાયકામાં 10થી પણ ઓછી નવી હોટલો બની

ગુજરાતની આર્થિક રાજધાની અને હેરિટેજ સીટી અમદાવાદ જ્યારે 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે વૈશ્વિક સ્તરે ઉભરી રહ્યું છે, ત્યારે હોટલ રૂૂમની સર્જાનારી અછત શહેરની મહત્વાકાંક્ષાઓ માટે મોટો પડકાર બની રહી હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે. નિષ્ણાતોના મતે, આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ, મીડિયા અને પ્રવાસીઓના રોકાણ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે 60,000 વધારાના હોટલ રૂૂમની જરૂૂર પડશે. જેનો અર્થ એ છે કે શહેરને લગભગ 300 થી 400 નવી હોટલ્સની જરૂૂર છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા દસ વર્ષમાં આ ક્ષેત્રમાં ક્ષમતા વધારવા માટે ખૂબ જ ઓછી કામગીરી થઈ છે.
આ સમસ્યા માટે ગુજરાતની 2016-2025ની હોટલ પોલિસીની નિષ્ફળતા અને તેની સમયસીમા પૂર્ણ થવાને જવાબદાર માનવામાં આવે છે.

ઉદ્યોગના નિષ્ણાતો જણાવે છે કે છેલ્લા 10 વર્ષમાં શહેરમાં 10થી પણ ઓછી નવી હોટલો બની છે. જમીનના ઊંચા ભાવ અને બાંધકામ ખર્ચને કારણે હાલના રૂૂમ ભાડા મુજબ સ્વતંત્ર હોટલ પ્રોજેક્ટ્સ આર્થિક રીતે પોસાય તેમ નથી.

ડેવલપર્સના મતે, નવી હોટલના પ્રોજેક્ટ્સ માટે મંજૂરીથી લઈને તૈયાર થાય ત્યા સુધી સરેરાશ 5.5 વર્ષનો સમય લાગા જાય છે. જો સરકાર 2026ના અંત સુધીમાં નવી પોલિસી અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપે તો પણ નવી હોટલ્સ 2031માં ખુલે તેમ છે, જે કોમનવેલ્થ ગેમ્સ પૂર્ણ થયાના મહિનાઓ પછી હશે. હાલમાં રાજ્યમાં કોઈ નવી હોટલ પોલિસી અમલમાં ન હોવાથી નવા પ્રોજેક્ટ્સ એક રીતે ફ્રીઝ થઈ ગયા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ઉદ્યોગ જગતના અગ્રણીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો અમદાવાદે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ સફળતાપૂર્વક યોજવી હોય, તો તાત્કાલિક અને વધુ પ્રગતિશીલ હોટલ પોલિસીની જરૂૂર છે. 2030નો કાઉન્ટડાઉન શરૂૂ થઈ ચૂક્યો છે, ત્યારે શહેરની સફળતાનો આધાર માત્ર ભવ્ય સ્ટેડિયમો પર નહીં, પરંતુ તે મહેમાનો માટે પૂરતા રૂૂમ બનાવી શકે છે કે નહીં તેના પર વધુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *