યુવાનને બચાવવા વચ્ચે પડેલા ભાઇ અને ભત્રીજાને પણ માર પડ્યો
કુવાડવા ગામે શ્રી નાથજી પાર્કમાં રહેતા ફતેહસિંહ ગોમસિંહ રાવત(ઉ.વ.40)ની નાસ્તાની લારી પર આરોપી વસીમ,સલિમ અને હાર્દિક નાસ્તો કરવા આવ્યા બાદ 500 રૂૂપિયા નહીં આપી અને લાયસન્સ વગર ધંધો કેમ કરે છે કહી ફતેહસિંહ,તેમના ભાઈ અને ભત્રીજાને પણ મારમાર્યો હતો.આ અંગે ઘવાયેલો યુવાન સિવિલમાં ખસેડાયો હતો અને બનાવની ફરિયાદ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ફતેહસિંહએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રાજકોટ-વાંકાનેર હાઈવે રોડ, સણોસરા ગામના પાટીયા નજીક રોડ પર મહાવીર જનરલ સ્ટોર ની બાજુમાં દાળ પકવાનની નાસ્તાની રેકડી રાખી વેપાર ધંધો કરું છું. આજથી આઠેક દિવસ પહેલા મેં આ નાસ્તાની રેકડી ચાલુ કરેલ હતી અને ત્યારથી ત્રણેક જણા આ રેકડીએ નાસ્તો કરવા માટે આવતા અને નાસ્તો કરીને પૈસા દીધા વિના જતા રહેતા હતા અને મેં આજુબાજુ ના ધંધાવાળાઓને પૂછપરછ કરતા મને જાણવા મળેલ કે મારી રેકડી આ ત્રણ જણા નાસ્તો કરવા આવતા હોય તેઓના નામ જેમાં એક સલીમભાઈ બીજાનું નામ વસીમભાઈ અને ત્રીજાનું નામ હાર્દિકભાઈ હોવાનું જાણવા મળેલ પરંતુ તેમનું પૂરું નામ કે સરનામું મને જાણવા મળેલ નથી.
બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે આ લોકો ફરી વખત નાસ્તો કરવા આવતા નાસ્તો કર્યા બાદ પૈસા માંગતા નહીં આપેલ અને કહેલ કે તારી પાસે અહીં વેપાર કરવાનું લાઇસન્સ છે તો દેખાડ બાકી તારે વગર લાયસન્સે ધંધો કરવો નહીં તેમ કહી મારી સાથે બોલાચાલી નો ઝગડો કરી ગાળો આપી રેકડી પાસેની ખુરશીઓ પ્લાસ્ટિક ની હોય તે ઉપાડી ઘા કરવા લાગેલ જેથી મેં તેઓને આવું ન કરો મને નુકસાન થશે તેમ કહેતા વચ્ચે પડતા પ્લાસ્ટિકની ખુરશી વસીમના હાથમાં હોય તેનાથી મારતા મને માથાના પાછળના ભાગે લાગવાથી લોહી નીકળવા લાગેલ હતા અને મારા સગાભાઈ ભગવાન ગોમસીંહ વચ્ચે પડતા તેમને પણ માર મારતા મુંઢ ઇજા થઈ હતી તથા મારા સગા ભત્રીજા દલપત સિંહ વચ્ચે પડતા તેને પણ આ ત્રણેય જણાએ ઢીકા પાટા મારવા લાગ્યા હતા.આ મામલે ફતેહસિંહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
