મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરોડોનું કૌભાંડ આચરવા બદલ ગુનો દાખલ કરો

શહેર ઇન્કમટેક્સ ઓફિસ ખાતે મુખ્ય કમિશનરને કોંગ્રેસ અગ્રણીઓની રજૂઆત મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700 થી 800 કરોડોના…

શહેર ઇન્કમટેક્સ ઓફિસ ખાતે મુખ્ય કમિશનરને કોંગ્રેસ અગ્રણીઓની રજૂઆત

મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700 થી 800 કરોડોના કથિત કૌભાંડમાં સંડોવણી ખુલી છે અને પોતે એક પત્રકાર પરિષદમાં પણ પોતાનો ગુના નો એકરાર કર્યો છે. અનેક નાના માણસોના નાણાઓ હજમ કરી ગયા છે. જેના નાણા લઈ અને પરત નહીં આપતા જ્યારે લેણદાર પોતાના નાણાંની ઉઘરાણી કરવા જીલ્લા ભાજપ પ્રમુખ પાસે જાય છે ત્યારે ચોર કોટવાલને દંડે એ પ્રકારે લેણદારની સામે ધાક ધમકી વાપરી પોલીસમાં ફીટ કરાવવા દેવાની ભાષા વાપરી ગાળો બોલતા હોવાનું જાણવા મળ્યું છે. અનેક નાના માણસોના પૈસા કયા આધારે લેવામાં આવ્યા હતા.

ફાઇનાન્સનું લાઇસન્સ ધરાવે છે કે કેમ ? જો લાયસન્સ પણ ન ધરાવતા હોય તો આ અંગે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે નાના માણસોની ની ઉચાપત કરેલ હોય ત્યારે અધિકારીઓ ઉપર ઇડીની રેડ પડે છે તો કાળા નાણાંની હેરાફેરી માટે ભાજપના સંસદ સભ્યો, ધારાસભ્યો કે હોદ્દેદારો પર ઇડીની રેડ કેમ પડતી નથી ? મોરબી જિલ્લાના કથિત કૌભાંડમાં ઈડી ઝુકાવે અને તટસ્થ તપાસ કરે અને મોરબી પોલીસ ફરિયાદી બની વિશ્વાસઘાત અને છેતરપિંડી સબબ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પર ગુનો દાખલ કરે અને પોલીસ એક નંબર જાહેર કરે તેમાં જેન્તીભાઈ નો ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા અપીલ કરે અને કરોડો રૂૂપિયાનું જ્યારે કૌભાંડ છે ત્યારે ભાજપના જે કોઈ કાર્યકર્તાઓ કે આગેવાનોની સંડોવણી ખુલી થાય તેવા આગેવાનો સામે પણ પોલીસ FIR કરી તટસ્થ તપાસ કરે તેવી કોંગ્રેસની માંગ છે. હાલ જેન્તીભાઈ રાજકોટિયા વિદેશ જવાની પેરવી માં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી હતી.

આજરોજ રાજકોટ રેસકોર્સ રીંગરોડ ખાતેની શહેર ઇન્કમટેક્સ ઓફિસ ખાતે મુખ્ય કમિશનર સતીશ કે ગોયલ ને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, ગુજરાત રે કોંગ્રેસ કોંગ્રેસ કમિટીના મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ગોપાલભાઈ અનડકટ (પરાગ), પરેશ કોંગ્રેસ મહામંત્રી ડી.પી મકવાણા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *